News of Friday, 13th February 2026
હળવદમાં ટીનાભાઇ ઠાકોર પર હીચકારો હુમલોઃ ગંભીર ઇજા
બેભાન પડયો હોઇ કોઇ પરીચત ઘરે મુકી ગયું: રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૧૩: હળવદમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતાં ટીનાભાઇ ચતુરજી ઠાકોર (ઉ.વ.૪૨) નામના યુવાનને તે સાંજે સાતેક વાગ્યે વગડ ફાટક પાસે લોહીલુહાણ હાલતમાં બેભાન પડયો હોઇ કોઇ પરિચીત નીકળતાં તેને તેના ઘરે મુકી ગયા બાદ પિતાએ તેને હળવદ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ટીનાભાઇ થોડો ભાનમાં હતો ત્યારે તેણે પોતાના ઉપર કીરણભાઇના નામના શખ્સે હુમલો કર્યાનું રટણ કર્યુ હતું. રાજકોટ તે બેભાન હાલતમાં દાખલ છે. તેના પિતાના કહેવા મુજબ ટીનાભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. હુમલો કોણે અને શા માટે કર્યો તેની તેને ખેબર નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
