<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

કથા કંઇ થવા માટે નહી પણ ભાવ જાગૃતિ માટે સાંભળોઃ પૂ.મોરારીબાપુ

દેવભુમી દ્વારકામાં આયોજીત ‘‘માનસ કૃષ્‍ણાવતાર'' શ્રીરામકથાનો આજે નવમો દિવસ

રાજકોટ, તા.૧૨: દેવભુમી દ્વારકામાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને આયોજીત  ‘‘માનસ કૃષ્‍ણાવતાર'' શ્રી રામકથાનો આજે નવમો દિવસ છે.  ગઇકાલે શ્રી રામકથાના સાતમાં દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્‍યુ હતું કે જે બુધ્‍ધપુરૂષ કયારેય અસત્‍ય ન બોલ્‍યા હોય એનું વચન કયારેય મિથ્‍યા નથી જતું બીજું- જેની વાણીમાં સહજતા ન હોય, બાળક જેવી વાણી હોય, કોઇ પ્રયોજન ન હોય- સહજ હોય, એ જે કાંઇ ઉચ્‍ચારશે એ વાણી સહજ જ હશે એનું વચન પણ મિથ્‍યા નથી થતું અને જેની વાણીમાં મોૈનની ગહેરાઇ- મોૈનનું .ંડાણ હશે તેનું વચન મિથ્‍યા ન થાય અને જરૂર પડે ત્‍યારે જ એ બોલશે. શબ્‍દબ્રહ્મ અને નાદબ્રહ્મને જેની વાણી સાચવશે એનું વચન મિથ્‍યા ન જાય. પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે કથા કંઇ થવા માટે ન સાંભળો, પણ ભાવજાગૃતિ માટે સાંભળો આપણે સત્‍ય ઉચ્‍ચારી ન શકીએ તો બીજાનું સત્‍ય સ્‍વીકારતા  શીખીએ પરમાત્‍મા નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર અને સગુણ સાકાર છે.અધ્‍યાત્‍મમા તકરાર ન હોય, તકરાર તો ધર્મમાં હોય! જે બુધ્‍ધપુરૂષ જીવનમાં કયારેય અસત્‍ય ન બોલ્‍યા હોય એનું વચન-વાણી મિથ્‍યા ન હોય. (મો. મનોજ જોશી- ‘મજો' મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫) રાજકોટ

(2:25 PM IST)