<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

વાંકાનેરમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નો ઉકેલવા આવેદનઃ આશાવર્કર બહેનોની પણ રજૂઆત

વેતન વધારો, નવા મોબાઇલ, ઓનલાઇન કામનું ભારણ ઓછુ કરવા સહિતના મુદ્‌ ન્‍યાય આપવા માંગ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. વાંકાનેરમાં ગુજરાતથ આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્‌્‌ે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

આવનાર રાજય બજેટમાં આંગણવાડી વર્કર, હેલ્‍પરને વેતનમાં હાઇકોર્ટના હુકમ મુજબ વેતન વધારો આપવામાં આવે. આંગણવાડી કર્મચારીઓને નિયમિત કર્મચારીનો દરજજો, પેન્‍શન, સામાજિક સુરક્ષાના લાભો આપવામાં આવે. તાત્‍કાલીક સારી કંપનીના નવા મોબાઇલની વ્‍યવસ્‍થા કરવામાં આવે. અને મોબાઇલ ઇનસેટિવ રેગ્‍યુલર આપવામાં આવે.

એપ આધારિત કામગીરી સરળ અને ભારણ મુકત કરવી જોઇએ. જેથી રોજિંદી કામગીરીમાં અવરોધ ન થાય. તેમજ બાળકોના શિક્ષણ ઉપર ધ્‍યાન રહે. તેમજ ડીજીટલ આંકડા મેળવ્‍યા બાદ પણ ફરી નવા રજીસ્‍ટ્રરો અને ખૂબ જ ગુંચવણ વાળા રજીસ્‍ટરોના કારણે આંગણવાડી વર્કરનો સમય વેડફાય છે તેથી રજીસ્‍ટર બનાવવાનો રદ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

આ ઉપરાંત આશાવર્કર બહેનોએ જણાવ્‍યું છે કે, આશા વર્કર અને ફેસીલેટર બહેનોને સમાજ સુરક્ષા ના તમામ લાભો આપો, ઓન લાઈન કામગીરી જોઈતી હોય તો સારી કંપનીના મોબાઈલ આપો તેમજ મોબાઈલની ટ્રેઈનીંગ આપો, આશા બહેનોને લઘુતમ વેતન આપો, કામના કલાકો નકકી કરો, ગ્રેચ્‍યુઈટી પેન્‍શન યોજનાનો લાભ આપો,  દરેક કામગીરીનું મોંધવારી મુજબ ઈન્‍સેન્‍ટીવ આપો, ડીઝીટલ કામગીરી માટે સક્ષમ સાધન અથવા ધરના સાધનોનો ઉપયોગ કરાતો હોવાથી તેના રીપેરીંગ ખર્ચના રૂપિયા ચૂકવો. હાલ ઓન લાઈન કામગીરી કોઈ જગ્‍યાએ થતી નથી તો દરેક ઓફ લાઈન કારગીરીનું ચુકવણું કરવામાં આવે. ઓન લાઈન કામગીરી જોઈતી હોય તો સારી કંપનીના મોકાઈલ આપો તેમજ મોબાઈલની ટ્રેઈનીંગ આપો, જેઈન્‍સેન્‍ટીવનું કામ લીધેલ છે તેના નાણા ચુકવવા જોઈએ ધણા ઈન્‍સેન્‍ટીવના નાણા ચુકવેલ નથી તે ચુકવણું કરવામાં આવે. પગાર-પગાર વધારો નિયમિત ચુકવવામાં આવે. ૧ થી ૧૦ તારીખ સુધીમાં ચુકવો. બીજા રાજયોની સરખામણીમાં પગાર ઓછો હોય છે તો રાજય સરકાર દ્વારા મોંધવારીને ધ્‍યાને લઈને પગાર વધારો કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

(11:45 AM IST)