<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

સુરેન્‍દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામઃ ટાયરો સળગાવીને આક્રોશ

મતદાર યાદીમાંથી ર૪૦૦૦ નામો કમી કરવાની અરજીઓ મામલે કોંગ્રેસ આકરા પાણીએઃ નૌશાદ સોલંકીની આગેવાનીમાં ઉગ્ર દેખાવોઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર પણ દેખાવો શરૂ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખોટી મતદારયાદીના પ્રશ્નને આજે કોંગ્રેસ દ્વારા હાઇવે ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે અને ત્‍યારે હાલમાં ધાંગધ્રા કચ્‍છ હાઇવે તેમજ ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર ટાયરો સળગાવી અને હાઇવે ચક્કાજામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ આપવા માટે આવન કરવામાં આવ્‍યુ હતું ત્‍યારે દરેક જિલ્લાને તાલુકામાં તો કોઈ એક કોંગ્રેસ દ્વારા હાઇવે ચક્કાજામ કરવાની કામગીરી શરૂ કરી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા હાઇવે ઉપર અનેક કોંગ્રેસના કાર્યકરોની પણ ધરપકડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્‍યારે હાલમાં ધાંગધ્રા કચ્‍છ હાઇવે ઉપર રોડ રસ્‍તા ચક્કાજામ કરી અને રોડ રસ્‍તા ઉપર ટાયરો સળગાવી અને વિરોધ દર્શાવવામાં આવ્‍યો છે ત્‍યારે એક બાજુ રાજ્‍યપાલની કામગીરીમાં પોલીસ રોકાયેલી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ દ્વારા રસ્‍તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે ત્‍યારે પોલીસ કામગીરી કરવા માટે પોલીસ પણ ટૂંકી પડી હોવાનું સામે આવ્‍યું છેકોંગ્રેસ પાસે કાર્યકરો મોટી માત્રામાં એકત્રિત થઈ અને હાઇવે હાલમાં ચક્કાજામ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ત્‍યારે કોંગ્રેસ દ્વારા ૨૪,૦૦૦ થી વધુ નામો માં હાલ ફોર્મમાં રદ કરવામાં આવ્‍યા છે ત્‍યારે આ મુદ્દાને કોંગ્રેસ દ્વારા ઉઠાવી અને સખત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્‍યારે હાલમાં વધુ જાણવા મળી રહ્યું છે કે બહુચરાજી વિરમગામ રોડ ઉપર પણ ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે જ્‍યાં પણ ટાયરો સળગાવી અને વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી છે ત્‍યારે હાલમાં ધાંગધ્રા કચ્‍છ હાઇવે ઉપર પાંચ કિ.મી સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે ત્‍યારે માલવણ વિરમગામ હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્‍યો છે ત્‍યાં પણ વાહનોની મોટી કતારો લાગી જવા પામી છે ત્‍યારે હાલમાં કોંગ્રેસના આ કાર્યક્રમને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્‍યારે એસ આર આઈ ની કામગીરી ના સંદર્ભે કોંગ્રેસને સંપૂર્ણપણે સફળતા પ્રાપ્ત થઈ હોવાનું પણ હાલમાં લોકોમાં ચર્ચા રહ્યું છે. ત્‍યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નવસાદભાઈ સોલંકી અને કોંગ્રેસના કાર્યકરો આ કાર્યક્રમમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિન ઉઠાવી હતી હાલમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ કોંગ્રેસ દ્વારા એસઆરઆઈની કામગીરી સામે વિરોધ દર્શાવવી અને હાઇવે ને ચક્કાજામ કરવાની ફરજ પડી છે ત્‍યારે ચક્કાજામના કાર્યક્રમમાં અનેક વાહનો અટવાયા હોવાનું પણ સામે આવ્‍યું છે ત્‍યારે હજુ પણ આ કામગીરી જિલ્લા અને તાલુકામાં તો કોઈ ચાલુ જોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(11:50 AM IST)