<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

અમરેલીના ૯૧ બાળ બાલિકાઓએ ૩૧૫ શ્‍લોક મોઢે કરી ગિનિસ બુક રેકોર્ડ સર્જ્‍યો

અટલાદરામાં યોજાયેલબીએપીએસના વડા મહંત સ્‍વામી મહારાજની જન્‍મ જયંતીએ સત્‍સંગ દીક્ષાના મુખપાઠનો વર્લ્‍ડ રેકોર્ડ

(અરવિંદ નિમૃળ દ્વારા) અમરેલી, તા.૧૩: સનાતન સંસ્‍કળતિના ગૌરવને વૈશ્વિક મંચ પ્રતિશિષ્ટ કરતો એક ઐતિહાસિક અને દિવ્‍ય પ્રસંગ અટલાદરા ખાતે બીએપીએસ સ્‍વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્‍વામી મહારાજની ૯૨ મી જન્‍મ જયંતી મહોત્‍સવ અવસરે  ૧૨૭૨૩ બાલ બાલિકાઓએ સત્‍સંગ દીક્ષા સંસ્‍કળત માં ૩૧૫ શ્‍લોક મુખપાઠ કરી વર્લ્‍ડ રેકોર્ડ સર્જી ગિનિસ બુકમાં સ્‍થાન મેળવ્‍યું હતું જેમાં અમરેલીના ૯૧ બાલ બાલિકાઓએ  સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું

 આ મહાન સિદ્ધિમાં  અમરેલીના માત્ર ૩થી ૧૩ વર્ષની નાની વયના બાળ વિદ્વાનો ૫૪ બાલિકા વિદુ શીઓ ૩૭ મળી કુલ ૯૧ દ્વારા ગુરુ હરી મહંત સ્‍વામી મહારાજ ને રાજી કરવા અભ્‍યાસ શરૂ રાખીમોબાઈલ ટીવી અને રમતના આકર્ષણોને બાજુ પર મૂકી શારીરિક બીમારી કે પારિવારિક અગવડો સામે લડીને પણ ૨૦૨૪ ની દિવાળી પર સંસ્‍કળત દીક્ષા ગ્રંથ મુઠ પાઠ કરવાનો સંકલ્‍પ કુલ ૧૦૦૦૦ બાળકોએ કરવાની આજ્ઞા કરી હતી આ આજ્ઞાને જીલી લઈ ભારતભરમાંથી ૧૫૬૬૬ બાળકોએ આ ગ્રંથ કંઠસ્‍થ કર્યો હતો જેમાંથી ૧૨૭૨૩ બાલ બાલિકાઓ પૈકી અમરેલીના ૯૧ બાલ બાલિકા સત્‍સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ શ્‍લોક કંઠસ્‍થ કર્યા હતા ગત તા. ૨ ના રોજ વડોદરા ના અટલાદરા ખાતે મહંત સ્‍વામીના ૯૨માં જન્‍મ જયંતી મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહનભાઈ યાદવની ઉપસ્‍થિતિમાં આ બાળકો એ પરંપરાગત ધોતી અને પાઘમા સજ્જ એક સમાન સુરમાં હિન્‍દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહ ગાન ઇંગ્‍લેન્‍ડથી આવેલા ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ ના અધિકારીઓ જોઈ ભાવવિભોર બની ગયા હતા.

(1:09 PM IST)