News of Friday, 13th February 2026
જુનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૩: ગુજરાત રાજ્યમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીના ભવનાથ વિસ્તારમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળાને આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે આ મેળામાં અંદાજીત વીસ થી પચીસ લાખ જેટલી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. શ્રધ્ધાળુની સુરક્ષા, ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર જૂનાગઢ પોલીસ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. પાજનાકા પુલ પાસે અશોક શીલાલેખ થી રાધાડેરી વળાંક રાવટી નંબર -૫ ખાતે યાત્રીનો મોબાઇલ ફોન ગુમ થઈ જતા મોબાઇલ ફોન શોધી તેઓને પરત કરેલ છે.
ગુજરાત રાજ્યમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીના ભવનાથ વિસ્તારમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળાને આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે આ મેળામાં અંદાજીત વીસ થી પચીસ લાખ જેટલી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. શ્રધ્ધાળુની સુરક્ષા, ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર જૂનાગઢ પોલીસ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. દામોદુર કુંડ રાવટી ખાતે થી યાત્રાળુ સુરેખાબેન અમળતલાલ લુહાર રહે-પાલનપુર નાઓનો ખોવાયેલ ફોન પોલીસ દ્વારા શોધી કાઢી પરત આપેલ છે.
ભવનાથ મહાદેવના મંદિરેથી ભારતીબેન રાજેશભાઈ મનુભાઈ ઉંમર-૧૬ વર્ષ, રહે.- ઉપરકોટ જૂનાગઢ વાળી કિશોરી બપોરે ત્રણ વાગે ગુમ થયેલા હતા અને તે પછી દામોદર કુંડ પાસે કિશોરી ઉભેલ અને રડતી હોય જેથી બાળકીની પો.કો. મનિષાબેન દ્વારા પૂછપરછ કરતા પોતે તેમના માતા શરૂબેનને શોધતા હોય જેથી રાવટી નંબર-૧ દામોદર કુંડ પોલીસ સ્ટાફ દ્વારા તેમના માતા-પિતાને શોધી અને કિશોરીને તેની માતાને સોપેલ.
શહેર ઝોન-૫ પોઇન્ટ નંબર-૪૬ દોલતપરા પોલીસ ચોકી સામે રોડ પર ફરજ બજાવતા અના.હેડ કોન્સ પ્રદિપભાઈ કાળુભાઈ વાજા (સોનગઢ પો.સ્ટે. જી,ભાવનગર) તથા જુનાગઢ હોમગાર્ડ યુનિટના જવાન સામતભાઈ બી.ખાંભલા તથા હરદાસભાઈ એમ. ઓડેદરા નાઓ બંદોબસ્ત ફરજ પર હાજર હતા, દરમિયાન ગઈ તારીખ. ૧૦-૦૨-૨૦૨૬ના કલાક-૧૯/૦૦ વાગ્યે ૦૧-શકમંદ ઈસમ જણાતા તેને પૂછપરછ માટે બોલાવતા તે એકદમ ગભરાઈ ગયેલ અને પોતાના હાથમાં રહેલ એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ઘા કરીને ભાગી ગયેલ જેથી સદર મોબાઈલ હાથ પર મેળવી થઈ તે ફોન ચાલુ કરતા તેમાં ‘ઘર' લખેલ નામે સેવ કરેલ મોબાઈલ નંબરમાંથી ફોન આવતા તેના પર વાતચીત કરતા તેણે જણાવેલ કે મારો ફોન સી.ડિવિઝન પાસે બે માળિયા હાઉસિંગ પાસેથી ચોરી થઈ ગયેલ બાદ આ બાબતે ખરાઈ કરી સદર મોબાઈલ ફોનના માલિક ધવલભાઈ રમેશભાઈ મેઘનાથી ઉમર.૩૫ ધંધો. ડ્રાઈવિંગ રહે. હાઉસિંગ બોર્ડ, સી. ડિવિઝન પાસે જૂનાગઢ મો.નં. ૭૬૨૧૯ ૪૭૩૮૨ વાળાને આજરોજ તા૧૧/૦૨/૨૦૨૬ ના રોજ દોલતપરા પોલીસ ચોકી પાસે બોલાવી ખરાઈ કરી ચોરાયેલ મોબાઈલ ફોન પરત સોપેલ.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
