<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

માણાવદરના યુવાનનો પત્‍ની જતી રહેતા આપઘાત

કુવામાં પડી જતા જુથળના વળધ્‍ધાનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :..   માણાવદરના યુવાને પત્‍ની જતી રહેતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ગમગીની સાથે અરેરાટી વ્‍યાપી ગઈ હતી.

માણાવદરના રાવલપરામાં રહેતા વનરાજભાઇ બાલુભાઇ ચૌહાણ ઉ.વ. ૨૯ નામના યુવાનની બીજી પત્‍ની સંગીતાબેન સાથે અવાર નવાર ઘર કંકાસ થતો હોય અને તેની પત્‍ની સંગીતાબેન ઘર છોડીને જતી રહી હતી. જેથી તેને લાગી આવતા પોતે પોતાના ઘરે પોતાની મેળે ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લેતા પોલીસે બાલુભાઇ હાજાભાઇ ચૌહાણનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના લાખુબેન જીવાભાઇ કાગડા ઉ,વ. ૬૧ નામના વળધ્‍ધા માનસિક અસ્‍થિર હોય જેથી પોતાની જાતે કુવામા પડી જતા તેનું મળત્‍યુ થયું હતું. પોલીસે વળધ્‍ધાના મોત અંગે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(2:25 PM IST)