<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

જેતપુરના બોરડીસમઢીયાળા ગામે બે યુવાનને પ શખ્‍સોએ મારમારી ડાયરી- રોકડ લુંટી લીધી

ડાયવર્ઝન વાળા રસ્‍તેથી કાર ચલાવવાનું કહેતા જેતપુરમાં રસ્‍તામાંથી વાસણ લેવાનું કહેતા રીક્ષાચાલક ઉપર ધોકાથી હૂમલો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૩: જેતપુરના બોરડીસમઢીયાળા ગામે ડાયવર્ઝન વાળા રસ્‍તેથી કાર ચલાવવાનું કહેતા બે યુવાનને પાંચ શખ્‍સોએ મારમારી ડાયરી અને રોકડ લુંટી લીધી હતી.

મળતી વિગતો મુજબ (૧) યુવરાજ બસીયા રહે. જેતપુર તથા એક બ્‍લેક કલરની ક્રેટા ફોરવ્‍હીલ જેના રજી નં. જીજે-૧૮-ઇજી-૨૫૦૩નો ચાલક તથા અન્‍ય ત્રણ અજાણ્‍યા ઇસમો સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તથા સાહેદ બોરડીસમઢિયાળા ગામના બસસ્‍ટેન્‍ડ પાસે રોડનુ કામ ચાલતુ હોય ત્‍યા હાજર હોય ત્‍યારે આરોપીઓ એક બ્‍લેક કલરની ક્રેટા ફોરવ્‍હીલ જેના રજી નં જીજે-૧૮-ઇજી-૨૫૦૩ ના ચાલક તથા તેની સાથે રહેલ અન્‍ય ચાર ઇસમોએ પોતાની ફોરવ્‍હીલ ગાડી લઇ આવી રસ્‍તાનું કામ ચાલું હોય જેથી ફોરવ્‍હીલ ડાયવર્જન વાળા રસ્‍તેથી લેવાનું કહેતા તમામ ઇસમો એકસંપ કરી નીચે ઉતરી જેમફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરીયાદીના ખીચ્‍ચામાં રહેલ એક ડાયરી તથા રૂ.૨૨૦૦/-ની લુંટ કરી તથા સાહેદ અજયભાઇને પણ જેમફાવે તેમ ગાળો બોલી તેનો મોબાઇલ ઝુંટવી જતા જતા મોબાઇલનો ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી હતી.આ ફરીયાદ અન્‍વયે જેતપુર તાલુકા પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

બીજા બનાવમાં જેતપુર- જૂનાગઢ રોડ ઉપર જનતાનગર-૩માં રીક્ષાચાલક આરીફભાઈ હુશેનભાઈ મેર પોતાના હવાલાવાળી રીક્ષા લઈને ભાડુ કરવા તેમના ઘરેથી જતા હોય ત્‍યારે રસ્‍તામાં મદીનાબેન શેરીમા વાસણ ધોતા હોય જેથી રીક્ષા કાઢવા સારૂ તેમને વાસણ લેવાનુ કહેતા આરોપી શાહરૂખભાઈ કાળુભાઈ બ્‍લોચ અગાસી ઉપર ઉભેલ હોય જેને સારૂ ન લાગતા નીચે શેરીમા આવી આરીફભાઇ બોલાચાલી ઝઘડો કરી તેના હાથમા રહેલ લાકડાના ધોકા નો એક ઘા માથાના ભાગે મારી સાત ટાંકા તથા ફેક્‍ચર જેવી ગંભીર ઈજા કરી હતી. આ અંગે રીક્ષાચાલક આરીફભાઇએ ઉકત શખ્‍સ સામે સામે ફરિયાદ કરતા સીટી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(2:25 PM IST)