News of Friday, 13th February 2026
મંગળવારના નભોમંડળમાં ‘કંકણાકૃતિ સૂર્યગ્રહણ'ની ખગોળીય ઘટના સર્જાશેઃ ભારતમાં દેખાશે નહીં
જામનગર પાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩: આગામીમંગળવારના રોજ નભો મંડળમાં ‘‘કંકણાકળતિ સૂર્યગ્રહણ''ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ ્વસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી અવકાશીય ઘટના ની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્ય ની તમામ ગતી વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ ્વેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
કંકણાકળતિ સૂર્યગ્રહણ એ આગામી તા.૧૭ના માધ મહિનાની અમાસના દિવસે બપોરે ૪.૪૫ વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ-પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિકા વગેરે ્વદેશોમાં દેખાશે.
પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઇટના માધ્યમથી જોવા માટેની વ્યવસ્થા પાલિકાના સહયોગથી કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા અન્ય અધિકારીઓ, ઉપરાંત નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા તથા અન્ય પદાધિકારીઓ વગેરેના પ્રયાસોથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. ટાઉનહોલમાં મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાથી સૂર્યગ્રહણ સેટેલાઈટ ના માધ્યમથી દર્શાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, તેમજ શહેર માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી, અને ખગોળ પ્રેમી જનતાને આ સૂર્યગ્રહણની તમામ માહિતી અને ગતિવિધિઓ જાણવા અને નિહાળવા મળી શકે, તેમ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજકાસ્ટ-ગાંધીનગર પ્રેરીત, એમ.ડી. મેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર,- ધ્રોલ, અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ સમગ્ર કંકણાકળતિ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સંદર્ભેની સેટેલાઈટ ના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટ ની વ્યવસ્થા કરીને તેમજ તે અંગેની રનિંગ કોમેન્ટ્રી સાથેની સૂર્યમાળાની તમામ ગતિવિધિઓની માહિતી અપાશે, જેમાં જામનગરની સંસ્થા રંગતાળી ગ્રૂપ નો સહયોગ પ્રાપ્ત થયો છે.
મંગળવારે બપોરે થનારા આ કંકણાકળતિ સૂર્યગ્રહણને રીંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. આસમયે પળથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવશે, અને સૂર્ય નો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાશે. હાલમાં ચંદ્ર પળથ્વી થી વધુ દૂર હોવાથી ચંદ્ર આખા સૂર્યનું ગ્રહણ નહીં કરી શકે, પરંતુ સૂર્યની બહારની કિનારી પ્રકાશીત થતી દેખાશે. જે સૂર્ય ગ્રહણ ની કુલ અવધિ ૨૭૧ મિનિટ ની રહેશે, અને સૂર્ય નું વધુ માં વધુ ૯૬ ટકા ગ્રહણ થઇ ગયા બાદ તે ગ્રહણ ગ્રસ્ત થશે. જેનો સમય. ૧૭મી ફેબ્રુઆરીને મંગળવારે બપોરે ૪.૪૫ થી ૬.૧૫ સુધીનો રહેશે. અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિ ટાઉન હોલમાં તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.
હવે પછી આવું કંકણાકળતિ સુર્યગ્રહણ આપણા શહેરમાં વર્ષ ૨૦૬૧ માં પ્રત્યક્ષ દેખાશે. જેથી હાલ આ સૂર્યગ્રહણની અલૌકિક ઘટનાના અવલોકના સાક્ષી બનવા વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓને અનુરોધ કરાયો છે
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
