હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોકગાયક માયાભાઈનો પુત્ર જયરાજ આહીર વધુ એક વિવાદમાં : વાહન લઈને જુના અખાડે પહોંચ્યો: કલેકટરે આપ્યા તપાસના આદેશ
જયરાજ આહીર બસમાં બેસી ભવનાથ આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.

જૂનાગઢ : લોકગાયક માયાભાઈનો પુત્ર જયરાજ આહીર વધુ એક વિવાદમાં આવ્યો છે. જયરાજ આહીર ખાનગી બસ લઈને ભવનાથના મેળામાં પહોંચ્યો હતો. ભવનાથમાં મેળા દરમ્યાન વાહનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા, મેળામાં આવવા અને જવા માટે 40 જેટલી બસ ભાડે રાખવામાં આવી છે. શું આ બસમાં જયરાજ આહીર આવ્યો હતો કે તે ખાનગી બસ લઈને ભવનાથ સુધી આવ્યો હતો તે તપાસનો વિષય હોવાનું કહેવાય છે.
દરેક લોકોને ચાલીને જ આવવાનો નિયમ હોવા છતાં જયરાજ આહીર જુના અખાડા સુધી બસમાં કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. જયરાજ આહીર બસમાં બેસી ભવનાથ આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટના મુદ્દે કલેકટરે તપાસના આદેશ અપાય છે.વહીવટી તંત્રની મીઠી નજર વગર કેવી રીતે બસ ભવનાથ તળેટી સુધી પહોંચી તે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે. ખુદ વહીવટી તંત્ર જ શંકાના દાયરામાં આવ્યું છે. હવે તપાસમાં શું સામે આવે છે તે મહત્વનું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
