<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો

જૂની યોજનામાં લાભાર્થીને 15 દિવસે વેતન મળતું હતું જો કે, હવે તેઓને દર અઠવાડિયે વેતન આપવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે વીબી-જી રામ-જી યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી (VB-G RAM G) યોજના વિષેની માહિતી કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને આપી હતી.

   અત્રે ઉલેખનીય છે કે, અગાઉ માનરેગા યોજના હતી તેનું રીફોર્મ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ સાથે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી યોજના અમલમાં મૂકી છે. જેમાં ખાસ કરીને જણાવ્યુ હતું કે, જૂની યોજનામાં લાભાર્થીને 15 દિવસે વેતન મળતું હતું જો કે, હવે તેઓને દર અઠવાડિયે વેતન આપવામાં આવશે અને અગાઉ વર્ષમાં માત્ર 100 દિવસ રોજગારી મળતી હતી જો કે, હવે 125 દિવસ રોજગારી મળશે અને રાજ્ય સરકારીના 60 દિવસ ગણીએ તો કુલ 185 દિવસ સુધી વર્ષમાં રોજગારી મળશે.

(11:44 PM IST)