News of Saturday, 14th February 2026
દરરોજ જીવલેણ અકસ્માતને પગલે ભૂના એરપોર્ટ રોડ ઉપર લોકો રસ્તા ઉપર ઉતર્યા ચક્કાજામ .
એરપોર્ટ, બીએસએફ હેડક્વાર્ટર, શોપિંગ મોલ, થિયેટર ઉપરાંત ખાવડા સોલાર પાર્ક, રણોત્સવને પગલે વાહનોની અવરજવરમાં ભારે ઉછાળો, શાળા, કોલેજમાં જતા છાત્રો, ઓફિસે અને ધંધે જતાં રહેવાસીઓ ઉપર દરરોજ મોતનું ઝળૂંબતું જોખમ, રસ્તાનું આડેધડ કામ ચાલુ, ટ્રાફિક પોલીસની ગેરહાજરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪: ભુજનો એરપોર્ટ રોડ અકસ્માત ઝોન બન્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં બે જીવલેણ માર્ગ અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અહીં એન્જિનિયરિંગ, ડિપ્લોમાની સરકારી કોલેજો ઉપરાંત ખાનગી સ્કૂલ અને કોલેજ છે. સાથે એરપોર્ટ, મોટા શોપિંગ મોલ, થિયેટર, બીએસએફ હેડક્વાર્ટર આવેલા છે. રેલવે સ્ટેશન તેમ જ ખાવડા અને સફેદ રણને જોડતો આ ભુજનો બાયપાસ રોડ છે. અહીં રહેણાંક વિસ્તારોની નાની મોટી અનેક સોસાયટીઓ આવેલી છે. જ્યારે ટ્રેલર, ડમ્પર, ટ્રક જેવા ભારે વાહનોની સતત અવરજવર સાથે ઝડપી ગતિના કારણે જીવલેણ અકસ્માતો વધ્યા છે. દરરોજ નાના મોટા અકસ્માતોને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દરમ્યાન ગઈકાલે લોકોની ધીરજ ખૂટતા રાત્રે લોકોએ રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ વાહનોની અવરજવર ઉપર સમય મર્યાદા લાદવા માંગ કરી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં રસ્તાઓની આડેધડ મરમ્મતને પગલે ટ્રાફિકની પરિસ્થિતિ વધુ વણસી છે. તો, ટ્રાફિક પોલીસની ગેરહાજરીના કારણે વાહન ચાલકો ઉપર કોઈ નિયંત્રણ નથી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
