<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

પડધરીમાં યુવતિની છેડતી કર્યા બાદ આરોપી યુવાને પોતાના હાથમાં બ્‍લેડથી છરકા કર્યા

ઘરમાં ઘુસી ગયો હોઇ યુવતિએ દેકારો કરતાં ભાગ્‍યોઃ રાજકોટ દાખલ થયેલા યુવાને કહ્યું-જુના છેડતીના કેસનો ખાર રાખી પોતાને છરી ઝીંકાઇ

રાજકોટ તા. ૧૪:  પડધરીમાં ઘરમાં ઘુસી યુવતીની છેડતી કરી આરોપીએ પોતાના હાથમાં બ્‍લેડથી છરકા મારતાં સારવારમાં ખસેડાયો હતો. આ શખ્‍સે યુવતીનો હાથ પકડી લેતાં દેકારો મચી જતાં પરિવારજનો ભેગા થઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ બનાવ અંગે પડધરીમાં રહેતાં પ્રોૈઢે સાગર નામના શખ્‍સ વિરૂધ્‍ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસના કહેવા મુજબ ફરિયાદી પરિવાર સાથે રહે છે. તેમની એકવીસ વર્ષની પુત્રી સાંજે ઘરી હતી ત્‍યારે સાગર ઘરમાં ઘુસી ગયો હતો અને તેણીનો હાથ પકડી લેતાં દેકારો મચાવતાં સાગર ભાગ્‍યો હતો. આ પછી તેણે જાણે જ પોતાના હાથમાં બ્‍લેડની ઇજા પહોંચાડી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પડધરી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ રાજકોટ સિવિલમાં સારવાર માટે દાખલ થયેલા સાગર નામના યુવાને એવુ કહ્યું હતું કે સાગર મંદિરે નાળીયેર વધેરવા ગયો ત્‍યારે જુના છેડતીના કેસનો ખાર રાખી પાંચેક શખ્‍સોએ હુમલો કર્યો હતો અને છરીથી ઇજા પહોંચાડી હતી. પડધરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(12:22 PM IST)