<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

શિવજી કી સવારી આઈ.... ભવનાથ નગરીયા મેં....

મહાશિવરાત્રીના મેળામાં જાણીતા પાશ્વગાયક પાર્થ ઓઝાએ શિવ ભકિતમય પ્રસ્તુતિઓ આપીને શ્રોતાઓને ડોલાવ્યાં : લોકગાયક રાજદાન ગઢવીએ પણ જમાવટ કરી : ભાવિકો ભાવવિભોર બન્યાં

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.,૧૪:     મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ભકિત સંગીત માટે જાણીતા પાશ્વ ગાયક શ્રી પાર્થ ઓઝાએ ભગવાન શિવજીની ભકિતમય પ્રસ્તુતિ આપીને શ્રોતાઓને ડોલાવ્યાં હતા.

ઉપરાંત લોકગાયક રાજદાન ગઢવીએ શિવભકિત અને ગુજરાતના આગવા લોકગીતો રજૂ કરીને જમાવટ કરી હતી, આ પ્રસ્તુતિઓ સાંભળી હજારો શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ -ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં  ડિસ્ટ્રીકટ જજ પી. જી. દવે, કમિશનર શ્રી તેજસ પરમાર, પ્રાંત અને મેળાધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી -અધિકારી પણ સહભાગી બન્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ

(1:44 PM IST)