<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સોમનાથદાદાને ધ્‍વજારોહણઃ ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે શિવ પાલખીયાત્રા નિકળી

સોમનાથ મંદિર દર્ર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક સુધી ખુલ્લુ રહ્યું: ધ્‍વજા પૂજા, રૂદ્રાભિષેક, મહાપુજા સહિતના કાર્યક્રમો

પ્રભાસપાટણઃ દેશના ૧૨ જ્‍યોતિર્લિગમાં પ્રથમ જ્‍યોતિર્લિગ સોમનાથ મહાદેવ મંદિરે આગામી  મહાશિવરાત્રીએ  દર્શનાર્થીઓ માટે મંદિર સવારે ૪ વાગ્‍યે ખુલેલ હતું. જે આજે રાત્રીના ૧૦ વાગ્‍યે બંધ થશે.

આમ મંદિર સતત ૪૨ કલાક  સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્‍લુ રહેલ. સોમનાથ ટ્રસ્‍ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધજારોહણ કરેલ. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર પરિસરમાં ઢોલ-શરણાઈ, પવિત્ર વેદ મંત્રોચ્‍ચાર અને ધૂન-ભજન વાજતે-ગાજતે શિવ પાલખીયાત્રા કાઢવામાં આવધ. હોમાત્‍મક લઘુરૂદ્ર યજ્ઞ, બિલ્‍વપૂજા, પાધપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્‍યુંજય જાપ પશ, સંધ્‍યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા સોમનાથ ટ્રસ્‍ટ તરફથી માત્ર રૂપિયા ૨૫ માં બિલ્‍વપૂજા થઈ શકે અને ભાવિક પોષ્ટના માધ્‍યમથી મહાદેવની પ્રસાદી મેળવી શકે તે માટેની યોજના પણ જાહેર કરાયેલ છે. તેવી જ રીતે મહાશિવરાત્રીના પર્વે સોમનાથના સમુદ્ર તટે નિયત રકમમાં રજિસ્‍ટ્રેશન કરાવવાથી સોમનાથ સમુદ્ર તટે મારૂતિ બીચ ઉપર શાષોકત વિધિવિધાન સાથે પાર્થિવ શિવલિગની સમુહ મહાપૂજા યોજાયેલ

શિવરાત્રીને અનુલક્ષી સોમનાથ ખાતે  પાંચ  થી સાત વિશાળ ભોજન ભંડારા ખાતે ભાવિકોને નિઃશુલ્‍ક ભોજન-ફરાળ પ્રસાદી ઉપલબ્‍ધ કરાવલ. બહારગામથી પગપાળા કે બસોમાં સંઘ સમાજ કે ધાર્મિક ભકતજનો સોમનાથ શિવરાત્રીએ ખાસ સોમનાથ આવેલ અને હજારો લોકો એ પ્રસાદી નો લાભ લીધેલ.

સોમનાથ શિવરાત્રી ચાર પ્રહર પૂજા આરતી, જેમાં રાત્રે પ્રથમ પ્રહરમાં આરતી અને રાત્રે ૯-૩૦ જ્‍યોત પૂજન. બીજા પ્રહર પૂજા રાત્રે ૧૧-૦૦ મધ્‍યરાત્રીએ અને આરતી રાત્રે ૧૨-૩૦ કલાકે. ત્રીજા પ્રહર પૂજા રાત્રે ૨-૪૫ કલાકે અને આરતી રાત્રે ૩-૩૦. ચોથા પ્રહર પૂજા પ્રાતઃ ૪-૪૫ કલાકે અને આરતી પ્રાતઃ ૫-૩૦. આ રીતે જોઈએ તો ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ બે દિવસ પૂજા, આરતી અનુષ્‍ઠાન કરવામાં આવેલ. તસ્‍વીર દેવાભાઇ રાઠોડ.

 

(11:40 AM IST)