<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મોરબીના શિવાલયો ‘હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠયા, ચાર પ્રહરની આરતી સાથે મંદિરો રાતભર ખુલ્લા

જય મહાકાલ ગ્રુપ અને સમસ્‍ત સતવારા સમાજ દ્વારા સિધ્‍ધનાથ મહાદેવની ભવ્‍ય શોભાયાત્રા નિકળીઃ મોરબીના ઐતિહાસિક રફાળેશ્વર મહાદેવ મંદિરે ભક્‍તોનું ઘોડાપૂર, ચાર પ્રહરની વિશેષ આરતી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૬: મહાશિવરાત્રીના પાવન પર્વે મોરબીના સુપ્રસિદ્ધ અને પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. રફાળેશ્વર ખાતે યોજાતા પરંપરાગત મેળા અને શિવરાત્રીના મહિમાને લઈ વહેલી સવારથી જ અહીં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો હતો.

મંદિરના પૂજારી યોગેશ ભારતી ગોસ્‍વામીએ આજના દિવસના મહત્‍વ વિશે વાત કરતા જણાવ્‍યું હતું કે, રફાળેશ્વર મહાદેવનું શિવલિંગ ત્રેતાયુગ સમયનું અને સ્‍વયંભૂ છે. પાંડવોએ અહીં પિતળતર્પણનું કાર્ય કર્યું હતું અને ભીમ દ્વારા અહીં ભીમનાથ મહાદેવની સ્‍થાપના કરવામાં આવી હતી, જેથી આ જગ્‍યાનું પૌરાણિક મહત્‍વ અનેરું છે. શિવપુરાણ અનુસાર આજનો દિવસ એટલે શિવલિંગનો પ્રાગટય દિવસ માનવામાં આવે છે, જ્‍યારે મહાદેવ અગ્નિસ્‍તંભ રૂપે પ્રગટ થયા હતા.

મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે ૩ થી ૪ વાગ્‍યાના સમયગાળામાં મંદિરના દ્વાર ભક્‍તો માટે ખોલી દેવામાં આવ્‍યા હતા. સવારથી જ ભક્‍તોની ભારે મેદની ઉમટી હતી અને હજારો લોકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને આરતી યોજાઈ હતી. પ્રથમ પ્રહર રાત્રે ૧૦ વાગ્‍યે, બીજો પ્રહર રાત્રે ૧ર વાગ્‍યે, ત્રીજો પ્રહર રાત્રે ર વાગ્‍યે, ચોથો પ્રહર વહેલી સવારે ૪ વાગ્‍યે. આ ઉપરાંત દિવસ દરમિયાન નિયમિત સમયે એટલે કે સવારે ૫ વાગ્‍યે, બપોરે ૧ર વાગ્‍યે, ૩ વાગ્‍યે અને સાંજે ૭ વાગ્‍યે પણ આરતી કરવામાં આવે છે. મેળામાં આવતા અને ર્દનનાર્થે આવતા તમામ ભાવિકો દર્શનનો લાભ.

મંદિરના ટ્રસ્‍ટી યશવંતભાઈ જોશીએ  જણાવ્‍યું હતું કે, મંદિરે ર૪ કલાક અખંડ પૂજા-અર્ચના ચાલુ હતી. સવારે ૪ કલાકે રુદ્રી પાઠ સાથે દિવસની શરૂઆત. સવારે ૯ કલાકે પ્રથમ આરતી. સવારે ૧૦ કલાકે ધ્‍વજારોહણ. બપોરે ૧૨ કલાકે મધ્‍યાહન આરતી અને ભગવાનને ભોગ-થાળ ધરાવવામાં આવેલ. બપોરે ૧૦૧ બ્રાહ્મણોએ બ્રહ્મભોજનનો લાભ લીધો હતો.

તો મોરબી શહેરના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્‍તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના મહંત ભાવેશ્વરીમાં તથા મહામંડલેશ્વર રતેશ્વરીદેવીના દિવ્‍ય સાનિધ્‍યમાં કાશી વિશ્વનાથ મહાદેવની વિશેષ મહાપૂજા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું. શિવમય બનેલા આશ્રમ પરિસરમાં મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્‍થિત રહી મહાદેવના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્‍યું હતું.

મોરબીના જય મહાકાલ ગ્રુપ અને સમસ્‍ત સતવારા સમાજ દ્વારા સિધ્‍ધનાથ મહાદેવની ભવ્‍ય શોભાયાત્રા યોજાઈ

(12:19 PM IST)