News of Monday, 16th February 2026
પોરબંદર ચેમ્બરના ર જુથો વચ્ચે ડખ્ખા બાદ ચેરીટી કમિશનર દ્વારા શું નિર્ણય લેવાશે ? : વેપારીઓમાં આતુરતા
પબ્લીક ટ્રસ્ટ રજીસ્ટર (પી.ટી.આર.) માં નોંધાયેલા ટ્રસ્ટીઓએ ચેમ્બરની ઓફીસમાં જમાવેલા કબજા સામે વર્તમાન પ્રમુખે વિરોધ કરતા ગરમાગરમી : વિવાદ પાછળ માસ્ટર માઇન્ડ કોણ ? પ્રશ્નએ ચર્ચા જગાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬ : ચેમ્બર ઓફ કોમર્સના પબ્લીક ટ્રસ્ટ રજીસ્ટરમાં નોંધાયેલા ટ્રસ્ટીઓ ચાવી દ્વારા ચેમ્બરની ઓફીસનું લોક ખોલીને કબજો કરતા અને તે સામે ચેમ્બરના વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇએ વિરોધ દર્શાવતા બન્ને જુથો વચ્ચે ગરમા ગરમી થઇ હતી અને આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ચેમ્બરના ર જુથો વચ્ચે ડખ્ખો બાદ આ બાબતે ચેરીટી કમીશનર શું નિર્ણય લેશે ? તેની ઉપર વેપારીઓની નજર મંડાઇ છે.
વર્ષોથી વિવાદમાં ફસાયેલી ચેમ્બર ઓફ કોમર્સ જાણે રાજકીય અખાડો હોઈ એમ રાજકીય બની ગઈ છે. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી જીજ્ઞેશ કારિયાનું રાજ હતું અને તેની સામે નલિનભાઇ કાનાણી જૂથ લડત લડી રહ્યું હતું અને ચેરિટી કમિશનર કચેરીઓ માં ફરિયાદોના સામસામે ઢગલાઓ થઈ ગયા હતા કાનાણી જૂથ કારિયા જૂથ ને હટાવવા મક્કમ હતું પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં સમય લાંબો ચાલ્યો કાનાણી જૂથ ચેમ્બર ઓફ કોમર્સ પહોંચ્યું અને બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથક પહોચ્યો અને સામસામે ફરિયાદો કરવા સુધી વાત પહોંચી પરંતુ બંને પક્ષ માંથી કોઈની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નહીં.
બપોર બાદ અચાનક ફરી કાનાણી જૂથ ચેમ્બર ઓફ કોમર્સ પહોંચી ગયું અને તાળા તોડી ચેમ્બર ઓફ કોમર્સની ચેમ્બર માં બેસી ગયું એ વાત ની જાણ થતા જીગ્નેશભાઇ તેમના જૂથ સાથે પહોચ્યા અને ઉગ્ર બોલાચાલી અને હાથોહાથ ની લડાઈ જેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે પ્રશ્ન ચર્ચિત બન્યો કે વર્તમાન પ્રમુખનું નામ ચેરિટી કમિશનર કચેરીના પી ટી આર માં નોંધાયેલ નથી ??? આવા અનેક સવાલો ઉઠયા છે ત્યારે આખા મામલામાં કોણ માસ્ટર માઇન્ડ હશે તે સવાલ લોકોમાં છે.
ચેમ્બર ઓફ કોમર્સમાં કાનાણી જૂથ બેસી ગયું જોકે હાલ તો બંને જૂથ કાયદાકીય ચુંગાલમાં ફસાયા છે અને ચેમ્બર ઓફ કોમર્સની ખુરશીની તાણ ખેચ ચાલી રહી છે આગામી દિવસોમાં ચેમ્બરમાં કાનાણી જૂથ જે વહીવટ કરશે કે જીગ્નેશ જુથ અને કોર્ટના દ્વાર ખટખટાવી નવો શતરંજનો દાવ ખેલશે તે પ્રશ્ન ચર્ચામાં છે. ગરમા ગરમીના મામલામાં તો ચેમ્બર ઓફ કોમર્સ ની દરેક શતરંજ નો ખેલાડી કોણ ? આ ખેલાડીઓ કેમ દેખાયા નહીં ? કારિયા જૂથના સભ્યો નારાજ હતા ? વર્તમાન પ્રમુખના કાર્યકાળથી કેટલા ખુશ તો કેટલા નારાજ હતા ? તે પ્રશ્ન વેપારીઓ એકબીજાને પુછી રહયા છે.
કાનાણી જૂથે ચેમ્બર ઓફ કોર્મસનો કબજો લીધો ત્યાં સુધી કારિયા જૂથના કેટલાક શતરંજના ખેલાડીઓની ગેરહાજરી ઉડી ને આંખે વળગી હતી
હાલ તો કાનાણી જૂથ ચેમ્બર ઓફ કોમર્સ નો કબજો લઈ બેસી ગયું છે હવે આવનારા દિવસો માં કાંઈક નવાજૂની થયા ત્યાં સુધી રાહ જોઈ રહી છે તેવી ચર્ચા છે. અને ચેરીટી કમીશનર દ્વારા આ બંને જુથની ગરમા ગરમી બાદ શું નિર્ણય લેવાશે તેના ઉપર વેપારીઓની નજર મંડાઇ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
