<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ભવનાથમાં કીર્તિ પટેલનો નવો વિવાદઃ સંતોના શાહી સ્‍નાન સમયે મળગી કુંડમાં લગાવી ડૂબકી

ભગવા વષાો ધારણ કરી સંતો વચ્‍ચે સ્‍નાન કરવા બદલ તંત્ર દ્વારા કાર્યવાહીની શકયતા, સંતોએ વ્‍યક્‍ત કરી નારાજગી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬: ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મીની કુંભ મેળાના અંતિમ દિવસે એક નવો વિવાદ સર્જાયો હતો. ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં રહી ચૂકેલી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ ભવનાથના મેળામાં પહોંચી હતી, જ્‍યાં તેણે સાધુ-સંતો માટે અનામત ગણાતા શાહી તાાન દરમિયાન મળગી કુંડમાં ડૂબકી લગાવતા મામલો ગરમાયો છે.

મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે જ્‍યારે પરંપરાગત રવેડી પૂર્ણ થયા બાદ સાધુ-સંતો ભવનાથ મંદિર ખાતેના મળગી કુંડમાં પવિત્ર શાહી તાાન કરી રહ્યા હતા, ત્‍યારે કીર્તિ પટેલ ભગવા વષાો ધારણ કરી સાધુઓની વચ્‍ચે જ કુંડમાં ઉતરી ગઈ હતી. ત્‍યાં તેણે ‘હર હર મહાદેવ'ના નાદ સાથે તાાન કરવાનું શરૂ કર્યું હતું.

આ દ્રશ્‍ય જોઈને ત્‍યાં હાજર વહીવટી તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્‍યા હતા અને તેને તાત્‍કાલિક કુંડમાંથી બહાર કાઢી દૂર કરવામાં આવી હતી.

આ ઘટના અંગે મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ ભારે નારાજગી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, રવેડી બાદ સાધુ-સંતો જ્‍યારે મળગી કુંડમાં તાાન કરે છે તે ખૂબ જ પવિત્ર પરંપરા છે. દુઃખની વાત એ છે કે કેટલાક લોકો સાધુના કપડાં પહેરીને તાાન કરે ત્‍યારે ધાર્મિક લાગણી દુભાય છે.

તંત્રના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, સાધુ-સંતો સાથે બેસીને આ બાબતે ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ગેરકાયદે કળત્‍ય કે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાશે, તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

(1:07 PM IST)