<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

કાગવડ ખોડલધામ ખાતે જેતપુરના પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ મીડિયાના પત્રકારો દ્વારા ધ્‍વજાજીનું આયોજન

 

  જેતપુર :..  કાગવડ સ્‍થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે જેતપુરના પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ મીડિયાના પત્રકારો દ્વારા એક ધ્‍વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શ્રદ્ધા અને ભક્‍તિના સંગમ સમાન આ અવસરે જેતપુરના પત્રકારોએ સમૂહમાં માં ખોડલની આરાધના કરી ધન્‍યતા અનુભવી હતી. જેતપુર પ્રેસ મીડિયા દ્વારા આયોજીત ધ્‍વજારોહણ વિધિમાં પત્રકારો પોતાના પરિવાર સાથે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ઘ્‍વજાજીનું પૂજન કરી વાજતે ગાજતે મંદિરના શિખર પર ધ્‍વજારોહણ કર્યું હતું. સમગ્ર મંદિર પરિસર જય માં ખોડલ ના નાદથી ગુંજી ઉઠ્‍યું હતું. આ તકકે ઘ્‍વજાજીના યજમાન પત્રકાર હિતેશ રાઠોડે જણાવેલ કે, અહીં અત્‍યારે જે ભવ્‍ય મંદિર અને પરિસરે આકાર લીધો છે તે જગ્‍યા વેરાન હતી ધૂળ ઊડતી હતી ત્‍યારથી દરેકે પોતાની ફરજ સમાન રીર્પોટિંગ કરીને પળપળથી ભાવિકોને વાકેફ કરતા રહ્યા છીએ, એટલે પાયાથી શિખર સુધીના અમો સાક્ષી છીએ. અમોએ નામી અનામી સામાજીક, રાજકીય, ધાર્મિક આગેવાનોની વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હાજર રહીને તેઓના કાર્યક્રમને લોકો સુધી પહોંચાડ્‍યો છે. આજે અમોએ ઘ્‍વજાજી આરોહણનો એક કાર્યક્રમ રાખેલ જેમાં અમારા આમંત્રણને માન આપી ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, જેતપુર નગરપાલિકાના પ્રમુખ મેનાબેન ઉસદડીયા,  જેતપુર ડાઈંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એસોસિએશન પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, જેતપુર ચેમ્‍બર્સ ઓફ કોમર્સના હરેશભાઇ ગઢીયા, પાલિકા ઉપપ્રમુખ સ્‍વાતિબેન જોટંગીયા, નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ તેમજ સ્‍થાનિક ઉદ્યોગપતિઓ, પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારી સીટી પીઆઈ એ ડી પરમાર, તાલુકા પી આઈ એ એમ હેરમા, ઉધોગ નગર પી આઈ એમ એમ ઠાકોર પણ  ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:21 PM IST)