તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
News of Monday, 16th February 2026
ભાણવડના સાજડીયારી ગામના પાટીયા ખાતે આવેલ પાવરીકા કંપનીમાંથી કોપરની પ્લેટોની ચોરી કરતા સાત નારી ગેંગના સાગરીતોને ઝડપી લેવાયા

ખંભાળિયા, તા.૧૬: સાતેક દિવસ પહેલા ભાણવડ તાલુકાના સાજડીયારી ગામના પાટીયા પાસે પાવરીકા કંપનીના ટાવર લોકેશન સાઇડ ઉપર રાખેલ કિંમતી કોપર ધાતુની પ્લેટો નંગ-૮૮ કિ.રૂ. ૬.૩૮,૪૦૦/- ના મુદામાલની ચોરી થયા અંગે ભાણાવડ પોલીસ સ્ટેશન ે ગુનો નોંધાયેલ હતો.
હ્યુમન ચોર્સીસથી તેમજ ટેકનીકલ લેવલથી મળેલ હકિકત આધારે ચોરીમાં ગયેલ કોપરની પ્લેટો નંગ-૮૮ કિ.રૂ. ૬,૩૮,૪૦૦ /- ના મુદામાલ સાથે (૧) પરેશભાઇ ઉર્ફે પરીયો ધિરૂભાઇ વાઘેલા ઉ.વ-૨૬, રહે- ધ્રોલ (૨) મહેશભાઇ મનસુખભાઇ સોલંકી ઉ.વ-૨૧, રહે. ખંભાળીયાના ઝડપી લીધા છે એ(૩) કિશોર બચુભાઇ સોલંકી ઉ.વ.૪૯ રહે. સીક્કા પાટીયા, GIDC વિસ્તાર (૪) ધીરૂ મનજીભાઇ સોલંકી રહે. સીક્કા પાટીયા તા.જી. જામનગર (૫) બાબુ મનજીભાઇ સોલંકી રહે. સીક્કા પાટીયા (૬) કરણ જૈતીભાઇ સોલંકી રહે. ખંભાળીયા
કબ્જે કરેલ મુદામાલઃ- (૧) કોપર ધાતુની પ્લેટો નંગ-૮૮, કિ.રૂ.૬,૩૮,૪૦૦/- (૨) છકડો રીક્ષા રજી.નં. GJ 03 BX 1202 કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૨, કિ.રૂ.૧૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૮,૪૮,૪૦૦/- નો મુદામાલ છે. મજકુર ઇસમો પૈકી અમુક ઇસમો જે જગ્યાએ કંપનીનો માલ સમાન પડેલ હોય તેની રેકી કરીને રાત્રીના સમયે છકડો રીક્ષા લઇને કંપનીનો સર સામાન જ્યાં પડેલ હોય ત્યાં છુપી રીતે જઇ મુદામાલની ચોરી કરી ભંગારના વાળામાં તેનુ વેચાણ કરી ગુનાઓ આચરે છે.
આ સમગ્ર કાર્યવાહીમાં LCB PI શ્રી બી.જે.સરવૈયા, PSI બી.એમ.દેવમુરારી, PSI એસ.એસ.ચૌહાણ ASI મસરીભાઇ ભારવાડીયા. જેશલસિંહ જાડેજા, અરજણભાઇ મારૂ, દિપકભાઇ રાવલીયા, હરસ્પલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ HC ગોવિંદભાઈ કરમુર, ખીમાભાઇ કરમુર, મુકેશભાઇ કેસરીયા, વિશ્વદિપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, PC પ્રકાશભાઇ ચાવડા, સચીનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ નાઓ જોડાયેલ હતા
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
