News of Monday, 16th February 2026
મોરબી: સો ઓરડી રામદેવપીર મંદિરે ભક્તિભાવ સાથે શિવલિંગની સ્થાપના કરાઈ.
મહિલા ધૂન મંડળીના સભ્યો દ્વારા ભજન-કીર્તન અને ધૂનની રમઝટ બોલાવવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર ખાતે 'સર્વે જ્ઞાતિ રામદેવ મહિલા ધૂન મંડળી' દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રામેશ્વર મહાદેવના પવિત્ર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
આ પ્રસંગે મહિલા ધૂન મંડળીના સભ્યો દ્વારા ભજન-કીર્તન અને ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. સ્થાનિક શ્રદ્ધાળુઓએ આ નૂતન શિવલિંગના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
