તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
અમેરિકા-ભારત ટ્રેડ ડીલના વિરોધમાં મોરબી આમ આદમી પાર્ટી કલેક્ટરને આવેદન પાઠવશે
જો આ ડીલ લાગુ થશે, તો ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવશે. આ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અમેરિકા અને ભારત વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલનો આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ડીલના વિરોધમાં અને ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા મંગળવારે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, આ ટ્રેડ ડીલ જનવિરોધી છે. પાર્ટીએ ભીતિ વ્યક્ત કરી છે કે જો આ ડીલ લાગુ થશે, તો ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવશે. આ નીતિઓને ખેડૂત અને પશુપાલક વિરોધી ગણાવીને AAP દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.
આ મુદ્દે સ્થાનિક તંત્ર મારફતે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે 17/02/2026, મંગળવારે સવારે 11:45 કલાકે, જિલ્લા કલેક્ટર કચેરી, મોરબી ખાતે મોરબી AAP ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદન આપશે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
