<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ઉપલેટાના ડુમિયાણીનાં વ્રજભુમિ શૈક્ષણિક સંકુલમા વાર્ષિકોત્‍સવ ભવ્‍યતાથી ઉજવાયો

પૂ.અપૂર્વમુની સ્‍વામીનું પ્રવચન યોજાયુઃ કુંવરજીભાઈ બાવળીયા, ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયા સહિત રાજકીય-સામાજીક આગેવાનોની ઉપસ્‍થિતી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૭: ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે ભાદર નદીના કાંઠે આવેલ પીપલ્‍સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ ૧૨/૦૨/ ૨૦૨૬ ને ગુરુવારના રોજ ભવ્‍યાતિભવ્‍ય વાર્ષિકોત્‍સવ ૨૦૨૬ નું આયોજન થયું, જેમાં શૈક્ષણિક અને રમતગમત, સાંસ્‍કળતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ તેજસ્‍વી તારલાઓનું સન્‍માન, સેવા નિવળત્ત થતા કર્મચારીઓનું સન્‍માન, વિશાળ વાલી સંમેલન અને ર્નસિંગ સ્‍કૂલ એ.એન.એમ. અને જી.એન.એમ. નો લેમ્‍પ લાઇટિંગ અને ઓથ સેરેમની એમ ચતુર્વિધ કાર્યક્રમો થયા હતા. શરૂઆતમાં ર્નસિંગ સ્‍કૂલના વિદ્યાર્થીઓનો ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો.

 ગુજરાત રાજ્‍યના શ્રમ, રોજગાર અને કલ્‍યાણ ખાતા ના કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા  નિવળત્ત કર્મચારીનું સન્‍માન કર્યું. વિદ્યાર્થીઓને ઇનામ આપ્‍યા અને જણાવેલ કે આ શિક્ષણ સંસ્‍થાનો પાયો નાખનાર બળવંતભાઈ મણવરને ધન્‍યવાદ છે, અંતરિયાળ ગ્રામ્‍ય વિસ્‍તારના ગરીબ બાળકોના જીવનનું ઘડતર, ગણતર, ભણતર એ એક આશીર્વાદ સમાન છે. ભારત સરકાર દ્વારા પણ વિકસિત ભારત ૨૦૪૭ ની છણાવટ કરી યુવાનોને ભાવિ દ્રષ્ટા કહ્યા હતા.

બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર, રાજકોટ થી પૂજ્‍ય અપૂર્વમુની સ્‍વામી એ ચાર.ડી નિヘય સમર્પણ શિસ્‍ત અને ભક્‍તિ એ ચાર વ્‍યક્‍તિના જીવનમાં પરિવર્તન લાવવાની શક્‍તિ ધરાવે છે, આ ચાર શબ્‍દો માત્ર ગુણો નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. સ્‍વામીશ્રીએ ધીરુભાઈ અંબાણી, ભગતસિંહ, જીજાભાઈ, શિવાજી, બચેન્‍દ્રી પાલ, અરુણિમા સિંહા જેવા નો ઇતિહાસ વર્ણવી તેના જેવા બનવાની હાકલ કરેલ. ડો. સંજયભાઈ ખાનપરા, ધારાસભ્‍ય શ્રી ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રવિભાઈ માકડીયા એ હાજર રહી પ્રાસંગિક પ્રેરક ઉદબોધન આપેલ હતું. જુદા - જુદા શૈક્ષણિક વિભાગોના ૧૦૮ જેટલા તેજસ્‍વી વિદ્યાર્થીઓને શીલ્‍ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. આ તકે સંસ્‍થામાંથી છ કર્મચારીઓ સેવાનિવળત થતા તેની સેવાઓની નિષ્ઠા, પ્રામાણિકતા ની કદર કરી સન્‍માનિત કર્યા હતા. ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓનું ભવ્‍ય વિશાળ સંમેલન યોજાયું હતું. તો પૂજ્‍ય સ્‍વામીજીનું પ્રેરક પ્રવચન સાંભળવા માટે ઉપલેટાથી હરિભક્‍તો આવેલ હતા. સંસ્‍થાના સ્‍થાપક માતા સવિતાબેન મણવર એ નાદુરસ્‍ત તબિયત હોવા છતાં સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપેલ હતી. વિદ્યાર્થીઓનો સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ થયેલ. જિલ્લા ભાજપ મંત્રી અનિતાબેન ચૌહાણ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા,  નિકુલભાઇ ચંદ્રવાડીયા, મનોજ ભાઈ નંદાણીયા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્‍ડિકેટ સભ્‍ય અને શિક્ષણવિદ ડો. વિજયભાઈ ભટાસણા, ડુમિયાણી સમાજના પ્રમુખ ગજેન્‍દ્રભાઈ કોઠડિયા, માધ્‍યમિક શિક્ષણ કચેરી રાજકોટ થી ભાવનાબેન ભોજાણી, પ્રિન્‍સિપાલ ડો.વલ્લભભાઈ નંદાણીયા, મેહુલભાઈ ચંદ્રવાડીયા, લાલજીભાઈ રાઠોડ, અરણી ગૌસદના મેનેજર રસિકભાઈ લાલાણી વગેરે અનેક સામાજિક ધાર્મિક આગેવાનોએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી ડોક્‍ટર ઉર્વશીબેન ખાનપરા ના માર્ગદર્શન નીચે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્‍ટાફએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. (તસવીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા) 

(10:43 AM IST)