<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પોરબંદરના કાળીખડામાં હરઘર જલ અભિયાન

 

 પોરબંદર જિલ્લાના કોલીખડા ગામે જળ અને સ્‍વચ્‍છતા એકમ (વાસ્‍મો) તથા કોલીખડા ગ્રામ પંચાયતના સંયુક્‍ત ઉપક્રમે  ‘હર ઘર જલ' અભિયાન હેઠળ ‘જલ અર્પણ દિવસ'ની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ગ્રામ આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી માટે ‘જળ કળશ અર્પણ' કરવામાં આવ્‍યો હતો. આ તકે ઉપસ્‍થિત સૌ કોઈએ પાણી પુરવઠા યોજનાના ટકાઉપણું અને તેની યોગ્‍ય જાળવણી માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.  કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, કોલીખડા હવે માત્ર સીમાડાનું ગામ નથી રહ્યું, પરંતુ શિક્ષણ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એક આદર્શ ગામ બન્‍યું છે. અગ્રણી શ્રી અરસીભાઈ ખૂંટીએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી પાણીની સુવિધાઓ બદલ આભાર માની, ગ્રામજનો ને પાણીનો બગાડ ન કરવા અને સુવિધાઓની જાળવણી માટે  જણાવ્‍યું હતું.કાર્યક્રમાં જિલ્લા વિકાસ અધિકારી  બીબી ચૌધરી, વાસ્‍મો મેનેજર  એ.બી. પાંડે, તાલુકા વિકાસ અધિકારી   મુસાભાઈ ગજ, સરપંચ  રાજુભાઈ હુણ સહિત અગ્રણી  હાથિયાભાઇ ખૂંટી, સામતભાઇ ઓડેદરા, અરસીભાઇ ખૂંટી, ભીમાભાઇ મકવાણા, રાજુભાઈ, દેવાભાઈ, ખીમાભાઇ, અમરાભાઇ મોરી, ભાયાભાઈ સહિત મહાનુભાવો અને બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:48 AM IST)