News of Tuesday, 17th February 2026
જેતલસર પાસે ત્રણ વ્યકિતનો ભોગ લેનાર અકસ્માતમાં ડ્રાઇવર નાસી છુટયો
અકસ્માત સમયે કારમાં ૪ નહિ પણ પ વ્યકિતઓ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૭: જેતપુરના જેતલસર રેલ્વેના ઓવરબ્રીજ પર વહેલી સર્જાયેલ કારના અકસ્માતમાં ત્રણ મોતના કેસમાં પોલીસ તપાસ દરમ્યાન કારમાં કુલ ચાર નહિ પરંતુ પાંચ લોકો સવાર હોય અને કાર ચાલક યુવક અકસ્માત સર્જાયા બાદ હેમખેમ બચી જતા ઘટના સ્થળેથી નાશી ગયો હોવાનું બહાર આવતા મળતક યુવતીના પિતાએ ફરીયાદ નોંધાવી છે. અત્રેના દાસીજીવણપરા વિસ્તારમાં રહેતા અરુણ પ્રફુલભાઈ વાળા, જયદીપ કિરીટભાઈ ચૌહાણ, અમિશ ચનાભાઇ પરમાર અને મુસ્કાનબેન હરેશભાઇ બગડા ( રહે રાયડી ) ચારેય જૂનાગઢ શિવરાત્રીના મેળામાંથી વહેલી સવારે સ્કોડા કાર નંબર જીજે -૩- ઇ આર ૯૩૫૧ લઈને પરત ઘરે આવતા હતાં. ત્યારે જેતલસર ચોકડીથી વળી જેતપુર બાયપાસ રોડ રેલ્વેના ઓવરબ્રીજ પર કાર પુલની પ્રોટેક્શન વોલ સાથે ટકરાતા કારના બે ભાગ થઈ ગયેલ અને તેમાં મુસ્કાન અને અરુણનું ઘટના સ્થળે જ્યારે જયદીપનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના તાલુકા પીઆઈ એ.એમ હેરમા એ તપાસ કરતા મળતક અરૂણે પોતાના તોપચેટ એકાઉન્ટ પર ૬:૨૯ મીનીટે એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં કાર કોઈ સફેદ કલરનો શર્ટ પહેરેલ શખ્સ ચલાવતો હોવાનું નજરે પડતું હતું. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોમાંથી કોઈએ સફેદ કલરનો શર્ટ તો પહેર્યો ન હતો. આ અંગે મળતકોના મિત્ર વર્તુળોમાં અંદરો અંદર ચર્ચા થતી હતી કે તોપ ચેટના વિડીયોમાં સફેદ કલરનો શર્ટ પહેરેલ શખ્સ કારનો માલીક સાગર ચનાભાઇ પરમાર નામનો યુવાન જ છે. જેથી પોલીસે પણ આ બાબતની તપાસ કરી અને તે વાત ખરી નીકળતા પોલીસે મળતક મુસ્કાનબેનના પિતા હરેશભાઇ બગડાની ફરીયાદ પરથી આરોપી સાગર પરમાર સામે બીએનએસ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫ (એ), ૧૨૫(બી), તથા મોટર વ્હીકલની ૧૭૭,૧૮૪, ૧૩૪ હેઠળ પુરપાટ ઝડપે બેફિકરાયભર્યું ડ્રાઇવીંગ કરી માનવ જીંદગી જોખમાય તે રીતે કાર ચલાવી અકસ્માત સર્જી ત્રણ મોત નિપજાવી ત્યાંથી નાશી જવાનો ગુન્હો નોંધ્યો હતો.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
