<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સૌરાષ્‍ટ્રભરના ૧૮ મંદિરોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : ગેંગના છ પરપ્રાંતીય શખ્‍સો ઝડપાયા

ગૂગલ મેપમાં ગામ બહાર આવેલા મંદિરોના લોકેશનો સર્ચ કરી રેકી કરતા અને પછી સાગ્રીતો ભેગા થતા અને ચોરી કરી નાસી જતા'તા : લાઠી, લીલીયા, ગોંડલ, જસદણ, પંથકના ગુન્‍હાનો પર્દાફાશ કરતી અમરેલી એલ.સી.બી. પોલીસને સફળતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭ : એલ.સી.બી.ટીમની મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્‍યાન હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ છ શકમંદ ઇસમોને પકડી પાડી, તેની સઘન પુછ પરછ કરતા અમરેલી જિલ્લા તથા આજુબાજુના વિસ્‍તારોમાં આવેલ ૧૮ મંદીરોમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન તથા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) કમલેશભાઇ ઉર્ફે કમીશ ચંદરસીંગ બામનીયા, ઉ.વ.૨૨, રહે. બહેડીયા, પુજારીયા ફળીયુ, તા.જોબટ, હાલ રહે.ડોડીયાળા ગામની સીમ, તા.જસદણ, (૨) ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઇ બામનીયા, ઉ.વ.૨૧, રહે. બહેડીયા, માલ ફળીયુ,  હાલ રહે.સાંણથલી ગામની સીમ, તા.જસદણ,  (૩) નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાનભાઇ ગાવડ, ઉ.વ.૩૨, રહે. છોટી જામલી ગામ, સોલીયા ફળીયા,  હાલ રહે.માલવીયા પીપરીયા ગામની સીમ, તા.લાઠી, (૪) બાયસીંગ પારૂભાઇ અજનાર, ઉ.વ.૨૮, રહે.અરડીં ફળીયા ગામ, તડવી ફળીયુ, હાલ રહે.બાંભણીયા ગામની સીમ, તા.વડીયા, (૫) સીરદાર ઉર્ફે સરદાર કેલસીંગ મહેડા, ઉ.વ.૩૦, રહે.કિલ્લા જોબટ, બીચ ફળીયા, હાલ રહે. બાંભણીયા ગામની સીમ, તા.વડીયા,  (૬) સુરેશભાઇ કાળીયાભાઇ ઉર્ફે કાળુભાઇ બામનીયા, ઉ.વ.૨૦,રહે. ગામ છોટી ઉતી, લક્ષ્મણ ફળીયા, હાલ રહે.માલવીયા પીપરીયા ગામની સીમ, તા.લાઠી,  પાસેથી  (૧) રોકડા રૂ.૭૦,૬૯૫/- (ર)મોબાઇલ ફોન નંગ - ૬ કિં.રૂ.૪૫,૦૦૦/-  (૩) એક યામાહા કંપનીનું મોટર સાયકલ નં.એમપી ૦૯ એકસડી૮૬૩૪ કિં.રૂ.૬૦,૦૦૦/- તથા એક બજાજ ડીસ્‍કવર મોડલનું મોટર સાયલ  જીજે ૧૪ Q ૪૩૨૨ જેની કિં.રૂ.૫૦,૦૦૦/મળી કુલ કિં.રૂ.૨,૨૫,૬૯૫/- નો મુદ્દામાલ કબ્‍જ કરેલ છે. 

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓની કબુલાત આપેલ છે.

વીસેક દિવસ પહેલા લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામે આવેલ ગેલ માતાજીના મંદીરમાંથી એક મોટુ ચાંદીનુ છત્તર તથા અન્‍ય નાના છત્તર નંગ-૪ તથા સોનાનો ચેઇન તથા ચાંદીના ઝાંઝર તથા ગ્‍લાસ વિગેરેની ચોરી કરેલ.

ચારેક મહિના પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામે આવેલ અંટાળેશ્વર મહાદેવ મંદીરમાં તથા પ્રેમસાહેબ આશ્રમના મંદીરમા તથા ડોબરીયા પરીવારના ખોડીયાર માતાના મઢમા તથા લાઠીયા પરીવારના ખોડીયાર માતાના મઢમા તથા જાત્રુડા ગામે દોમડીયા પરીવારના નાગબાઇ માતાના મઢમાંથી દાનપેટીઓ તોડી ચોરીઓ ચારેક મહિના પહેલા વડીયા તાલુકાના બાંભણીયા ગામે ખોડીયાર માતાજીના મંદીરમાંથી દાનપેટી તોડવાની ઘણી કોશીક કરતા નહી તુટતા દાનપેટી લાખાપાદર ગામ જવાના રસ્‍તે લઇ જઇ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ જે ચારેક મહિના પહેલા લાઠી તાલુકાના અડતાળા ગામે હનુમાનજીના મંદિરનો દરવાજાનો નકુચો તોડી હનુમાનજીની મુર્તી ઉપર ચાંદીનો મુંગટ તથા ચાંદીનો હાર તથા નાના મોટા છત્તર ૧૨ જેટલાની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ દશેક મહિના પહેલા ઢસા ગામે નારાયણનગર વિસ્‍તારમા આવેલ રામાપીરના મંદિરમાંથી દાનપેટી તોડી જેમાંથી રોકડા રૂપિયા આશરે બારેક હજાર જેટલી રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ.

એક મહિના પહેલા ગોંડલ તાલુકાના સતાપર ગામે આવેલ માનવ આશ્રમ મંદીરમાં રાત્રીના ચોરી કરવા ગયેલ અને આ મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. 

ચારેક મહિના પહેલા વડીયા તાલુકાના લુણીધાર ગામે આવેલ સરધારા પરીવારના માતાજીના મંદિરે રાત્રીના સમયે ચોરી કરવા ગયેલ અને ત્‍યાંથી ચાંદીના નાના - મોટા આશરે ૧૭ થી ૧૯ છત્તરની ચોરી કરેલ અને તે જ રાત્રીના લુણીધાર ગામે આવેલ સ્‍વામીનારાયણ મંદીરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ.

ચારેક મહિના પહેલા જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલ મંદિરના દરવાજાના નકુચા તોડી નાના- મોટા છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. 

(૯)  આજથી ચારેક મહિના પહેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદીરે રાત્રીના સમયે એકાદ મહીના પહેલા ગોંડલ તાલુકાના કુંભાજીની દેરડી ગામે મંદિરે ચોરી કરવા ગયેલ અને મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ અને ત્‍યાંથી નીકળી બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે આવેલ અને ત્‍યાં એક મંદિર ચોરી કરેલ.

 પકડાયેલ ઇસમો ગુગલ મેપમાં ગામ બહાર આવેલ અલગ અલગ મંદીરોના લોકેશનો સર્ચ કરતા અને તેના લોકેશનો મેળવ્‍યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરેલ મંદીરોની રૈકી કરતા, ગુગલ મેપના લોકેશન સાગરીતોને મોકલતા.  બાદમાં મોટર સાયકલો લઇને જે જગ્‍યાએ મંદીર ચોરી કરવાનું નકિક થયેલ હોય તે જગ્‍યાએ લોકેશન આધારે ભેગા થતા અને બાદમાં રેકી કરેલ મંદીરોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અંજામ આપી મોટર સાયકલો લઇ જતા રહેતા હતા.

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.ડી.ચાવડા તથા  પો.સ.ઇ.  કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.  જે.ડી.વાઘેલા  તથા પો.સ.ઇ.  એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા તથા  હેડ કોન્‍સ.રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, ગીરીરાજસિંહ જાડેજા, અશોકભાઇ કલસરીયા, મહેશભાઇ મુંધવા, ગોકુળભાઇ કળોતરા, હરેશભાઇ કુંવારદાસ, કેતનભાઇ ગરણીયા તથા પો.કોન્‍સ. રમેશભાઇ સીસારા, ભાવિનગીરી ગૌસ્‍વામી, રવિરાજભાઇ વરૂ, અશોકભાઇ સોલંકી, પરાક્રમસિંહ ગોહિલ  દ્વારા કરવામાં આવેલ છે. 

(1:25 PM IST)