News of Tuesday, 17th February 2026
છેલ્લા 16 વર્ષથી જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વોન્ટેડ લિસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો
બાતમીના આધારે આરોપી સંજયભાઈ ગુપ્તાને જામનગર પટેલ કોલોની વિસ્તારમાંથી પકડી લેવાયો

જામનગર : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એક્સ્પોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, હાર્દિકભાઇ ભટ્ટ નાઓને મળેલ બાતમી હકિકત મુજબ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૭૧/૨૦૦૯ ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ - ૨૦૦૩ની કલમ ૮૫(૧)જી વિગેરે મુજબના કામનો નાસતો ફરતો આરોપી-સંજયભાઇ સન/ઓફ રાધેલાલ ગ્યારસીલાલ ગુપ્તા (ઉ.વ.૫૯ )ધંધો વેપાર હાલ (રહે.સી-૩૦૧, ગાલા ઔરા, દસક્રોઇ સાઉથ બોપલ, અમદાવાદ મુળ રહે. "દિપક” - પટેલ કોલોની -૬, જામનગર વાળો )જામનગર પટેલ કોલોની વિસ્તારમાં હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડીપાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા એ.એસ.આઈ.ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
