News of Wednesday, 18th February 2026
બાબરા બ્રહ્મક્ષત્રિય પરિવારમાં ભત્રીજાના અવસાનના સમાચારથી કાકાનું હદય પણ બેસી ગયું
અડધો કલાકના આંતરે પરિવારમાં બેના અવસાનથી ઘેરો શોકઃ કાલે શોકસભા

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૧૮: બાબરા રહેતા બ્રહ્મક્ષત્રિય છાટબાર પરિવારમાં ભત્રીજાના અવસાનના સમાચાર થી વ્યથિત થયેલા કાકાનું પણ થોડી મીનીટોમાં હદયરોગના તીવ્ર હુમલા થી અવસાન થવાનો કિસ્સો બનતા પરિવાર સહિત જ્ઞાતિ અને સામાજિક સ્તરે ભારે શોકનું છવાયો છે
તા.૧૫ની મોડી સાંજે બાબરા દ્વારકેશ સોસાયટી ખાતે રહેતા ટાયર ટયુબના વેપારી બ્રહ્મક્ષત્રિય હર્ષદભાઈ કાકુભાઈ છાટબાર ના પુત્ર જેઠાભાઈ ઉવ.૪૩નું માંદગી બાદ અચાનક અવસાન થયું હતું અને આ અવસાન ના સમાચાર તેમના કાકા પીયુષભાઈ કાકુભાઈ છાટબાર ઉવ.૫૧ ને ફોન ઉપર મળતા તેવોને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાટે ખસેડવા માં આવ્યા હતા અને તેમને સામાન્ય સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમતોડી દીધો હતો
સંપ અને સંસ્કારો થી પરિવારનું એક મેક જતન કરનારા સગ્ગા કાકા ભત્રીજાનું એક સાથે અવસાન થતા તેમના પરિવાર સહિત બહોળું મિત્ર વર્તુળ શોક ગ્રસ્ત બન્યું છે ભત્રીજાની અંતિમ યાત્રા તા.૧૬ બપોરે ૧૧ કલાકે અને કાકાની અંતિમ યાત્રા સાંજે ૪ કલાકે યોજવામાં આવેલી જેમાં સામાજિક રાજકીય અને પરિવાર સહિત બહોળું મિત્ર વર્તુળ જોડાયું હતું બન્ને ની શોકસભા તા.૧૯/૨/૨૦૨૬ સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી બાબરા ખાતે રાખેલ છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
