<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

માનસિક રોગથી ત્રાસી પાટણના યુવાનનું અગ્નિસ્‍નાન જામનગરના અસ્‍થિર મગજના યુવાનને શોક લાગતા મોત

મારૂતિ હડફેટે મોપેડ ચાલકનું મોત : નાણા લઇ મકાન નામે નહી - કરાવી છેતરપીંડી આચરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામજોધપુર તાલુકાના પાટણ ગામે વાડી વિસ્‍તારમાં રહેતા દેવીબેન ગીગાભાઈ તરખાલા, ઉ.વ.૪ર એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ગીગાભાઈ કરશનભાઈ તરખલા, ઉ.વ.૪પ, છેલ્લા બારેક વર્ષથી માનસીક બિમારી હોય અને તેઓની દવા ચાલુ હોય જેનાથી કંટાળી જઈ પોતે પોતાની જાતે પોતાના હાથેથી શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાપી સળગી જતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

રાજકોટ સીવીલ હોસ્‍પિટલના ડોકટરે સીટીભએભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જયેશભાઈ વાલાભાઈ રાઠોડ, ઉ.વ.૩પ, રે. શંકરટેકરી, પ્રજાપતિની વાડી પાછળ, ભાવેશભાઈ ભાનુશાળીની દુકાન પાસે, જામનગરવાળા ને છેલ્લા ચારેક વર્ષથી માનસીક દવા ચાલુ હોય અને પોતે રખડતુ ભટકતુ જીવન જીવતા હોય અને પોતાને કોઈ મારી નાખશે તેવી મગજમાં બીક હોય જેથી ગઈ તા.ર૭-૧ર-ર૦રપના રબાની પાર્ક સામે ખુલ્લી જગ્‍યામાં ઈલેકટ્રીક પોલ ઉપર ચડી જઈ ઈલેકટ્રીક ચાલુ લાઈનમાં અડતા વીજ શોક લાગતા વીજપોલ પરથી નીચે પડી જતા શરીરે તેમજ બંન્‍ને હાથમાં અને કમરના આગળ પાછળના ભાગે તેમજ જમણા પગમાં વીજશોક લાગવાથી શરીરે દાજી જતા પ્રથમ સારવારમાં જી.જી.હોસ્‍પિટલ બાદ ત્‍યાંથી વધુ સારવાર રાજકોટ સીવીલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે. મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં રાકેશભાઈ હિરાભાઈ નકુમ, ઉ.વ.૩પ, રે. હર્ષદપુર ગામ, હાપી વાડી વિસ્‍તાર,  તા.જામખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા એ ફરીયાદ નોંધાવી છે કે, મારૂતી કંપનીની ફોન્‍ક્ષ કાર જી.જે.૩૬-એઆર-૩૩પરનો ચાલકે હિરાભાઈ રામજીભાઈ નકુમ ઉ.વ.પ૮ વાળા પોતાની ટી.વી.એસ.  એકસ એલ ૧૦૦ મોપેડ જી.જે.૩૭ ડી-૭૦પ૬  લઈને જતા હતા ત્‍યારે પાછળથી ઠોકર મારતા ફરીયાદી રાકેશભાઈના પિતા ંહિરાભાઈ ને શરીરના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલ હોય જેથી મોપેડ ચાલક મૃત્‍યુ પામેલ છે.

 અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગીતાબેન કિરીટભાઈ દેસલભાઈ ચૌહાણ, ઉ.વ.પ૦, રે. સુભાષ માર્કેટ, ચારણફળી, ધનબાઈ ડેલા પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, એપ્રીલ ર૦રપ મહિનામાં ફરીયાદી ગીતાબેનનું મકાન તેના નામે કરાવવાનું કહીને આરોપી કાસમભાઈ દાઉદભાઈ કકલ એ ફરીયાદી ગીતાબેન પાસેથી પ્રથમ રોકડ રૂ.૪,૦૦,૦૦૦/- અને તેના પછી આરોપી કાસમભાઈએ વકીલ ચંપકલાલ રાઠોડની હાજરીમાં રોકડા રૂ.ર,૬પ,૦૦૦/- એમ કરીને ફરીયાદી ગીતાબેનને વિશ્‍વાસમાં લઈને કટકે કટકે રૂ.૧ર,ર૬,૦૦૦/- ફરીયાદી ગીતાબેન પાસેથી લઈ ગયેલ હોય અને હજુ સુધી ફરીયાદી ગીતાબેનને તેના રૂપિયા કે મકાનના દસ્‍તાવેજ ફરીયાદી ગીતાબેનના નામે કરાવી આપેલ ન હોય અને ફરીયાદી ગીતાબેન સાથે વિશ્‍વાસઘાત કરી ફરીયાદી ગીતાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

નોટ વડે જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્‍વીજય પ્‍લોટ-૪૯, આશાપુરા મંદિરની બાજુમાં આરોપીઓ મનીષભાઈ રમણીકભાઈ વસીયર, મીતેષભાઈ ગોવિંદભાઈ માંડલીયા, ગાભુસિંહ રતનસિંહ જાડેજા, રમેશભાઈ મનજીભાઈ કણઝારીયા એ ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકીબેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર,૧પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(12:27 PM IST)