<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

વાંકાનેરમાં ભાઈના આત્‍મકલ્‍યાણ માટે બન્‍ને બહેનો દ્વારા પરશુરામ ધામને એક લાખનો ચેક અર્પણ

સમસ્‍ત બ્રહ્મ સમાજમાં પ્રેરણાદાય કાર્યઃ બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા બન્‍ને બહેનોને સન્‍માનીત કરાયા

(પિતેશ ચંદારણા દ્વારા) વાકાંનેર, તા.૧૯: વાંકાનેર મુકામે ભરતભાઈ ખેલ શંકરભાઈ મહેતાના આત્‍મક કલ્‍યાણ અર્થે હસ્‍તક પુષ્‍પાબેન મહેતા શર્કિષ્‍ઠાબેન મહેતા દેરા તરફથી વાંકાનેર પરશુરામ ધામને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરેલ છે. આ સમયે સમસ્‍ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઇ ઓઝા વાંકાનેર બ્રહ્મ સમાજના બાબુભાઈ વર્ણવા, રાજુભાઈ રાવલ, અમિતભાઈ ભટ્ટ અને આશિષભાઈ જોશી ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમના હસ્‍તક ચેક અર્પણ કરતો ફોટો અમે આ સાથે વાંકાનેર પરશુરામ ગ્રુપ સમસ્‍ત બ્રહ્મ સમાજ ગ્રુપ વાંકાનેર તથા વાંકાનેર સોશિયલ મીડિયા સમસ્‍ત બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રોની અંદર જાણ કરવા માટે ફોટા સહિત આ મેટર મૂકવામાં આવી છે. ભગવાન પરશુરામ દાદા અને ઈષ્‍ટદેવ મહાદેવ તેમને ખૂબ ખૂબ બંને બહેનોને સારું આરોગ્‍ય આપે અને ભરતભાઈ ખેલશંકરભાઈ મહેતાનો આત્‍મક કલ્‍યાણ થાય તેવું પરશુરામ ધામ મંદિરના તમામ સ્‍વયંસેવકો દિલથી આભાર માની રહ્યા છે. આ તકે ગાયત્રી ટ્રાન્‍સપોર્ટ વાળા ભરતભાઈ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(11:37 AM IST)