News of Thursday, 19th February 2026
કચ્છના રાપરમાં એસટી ડેપો પાસે જર્જરિત બિલ્ડિંગનો કઠોડો તૂટી પડતાં ૧૦ વાહનો દબાયા: સદ્દભાગ્યે જાનહાનિ ટળી
રાપર શહેરમાં અનેક સ્થળે જર્જરીત હાલતમાં બિલ્ડિંગો આવેલ છે તે તોડી પાડવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કચ્છના રાપર એસટી ડેપો પાસે નયની આંખની હોસ્પિટલનો જર્જરીત કઠોડો તુટી પડતાં દશ જેટલા વાહનો દબાયા હતા. આ બિલ્ડિંગ ભુકંપ પહેલાં બનાવવા મા આવી છે બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે છતાં એમા હોસ્પિટલ ધમધમી રહી છે બિલ્ડિંગ નીચે આવેલ આઠ દશ દુકાનો ની બહાર પાર્કિંગ કરેલ વાહનો પર બિલ્ડિંગ નો કાટમાળ પડ્યો હતો. આ બિલ્ડિંગ નો કાટમાળ પડ્યો ત્યારે ત્યાં થી લોકો સદ્ભાગ્ય પસાર ના થતાં જાનહાનિ થતાં રહી ગઈ હતી. ધટના ની જાણ થતાં રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે રાપર નગરપાલિકા નો સ્ટાફ પીજીવીસીએલ નો સટાફ પોલીસ સટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો રાપર શહેરમાં અનેક સ્થળે જર્જરીત હાલતમાં બિલ્ડિંગો આવેલ છે તે તોડી પાડવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠી છે આજે સવારે અગિયાર વાગ્યે ધમધમતા એસટી બસ થી સલારીનાકા ના માર્ગ પર આ બિલ્ડિંગ ધરાયશી થતા લોકો મા નાશભગ મચી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
રાપર નગરપાલિકા પ્રમુખ શુ કહે છે ?
રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ જર્જરિત બિલ્ડીંગને નોટિસ પાઠવી આવી બિલ્ડિંગોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવાનું જણાવ્યું હતું.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
