<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

જૂનાગઢ જેલમાં ટીવીના સેટ-ટોપ બોક્‍સમાં છૂપાવેલો મોબાઈલ, સીમકાર્ડ મળ્‍યા

કાચા કામના ૫ાંચ કેદી સામે ગુનો દાખલ, તપાસ શરૂ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ તા. ૧૯,જૂનાગઢ જિલ્લા જેલમાં સ્‍થાનિક ઝડતી સ્‍ક્‍વોડે તપાસ હાથ ધરતા ટીવીના સેટ-ટોપ બોક્‍સમાં છુપાવેલો મોબાઈલ, સીમકાર્ડ મળી આવતા કાચા કામના ૫ કેદી સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.

જુનાગઢ જેલના હવાલદાર વિક્રમભાઈ કાનજીભાઈ મેર વગેરેની સ્‍થાનિક ઝડતી સ્‍ક્‍વોડ ટીમે બુધવારે બપોરના ૧૨:૪૦ કલાકે સર્કલ-૧ની બેરેકોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્‍યાન દરેક નંબર ૯માં ટીવીના સેટ-ટોપ બોક્‍સની અંદર છુપાવેલો કી-પેડ વાળો મોબાઈલ મળી આવ્‍યો હતો. આ સાથે એક ચાલુ હાલતનું સીમકાર્ડ અને ડેટા કેબલ પણ હાથ લાગ્‍યો હતો. 

આ મામલે હવાલદાર વિક્રમભાઈ મેરએ કાચા કામનો કેદી સાગર કાનજીભાઈ ચાવડા, જાવેદ આમદભાઈ જસરાઈ નામના સહિત બેરેકના અન્‍ય ૩ કાચા કામના કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. મોબાઈલ ફોન સહિતની ઙ્કતિબંધિત વસ્‍તુ જેલની અંદર કેવી રીતે પહોંચી અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો, તે દિશામાં એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે

(1:15 PM IST)