News of Thursday, 19th February 2026
ભાવનગરના પચ્છેગામે રવિવારથી પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવતકથા : મૂર્તિપ્રતિષ્ઠા-૫૫૧ કુંડી મહા વિષ્ણુયજ્ઞ
ધર્મસભા, સંતવાણી, રાસગરબા, શિક્ષણ સંસ્કાર શિબિર, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

(મનીષ દવે) ભાવનગર : વલ્લભીપુર (ભાવનગર) પાસે પચ્છેગામ ખાતે મુરલીધર મહારાજ મંદિરે ૨૨થી ૨૮ ફેબ્રુઆરી સુધી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. કથાનો સમય ૯થી ૧ સુધીનો છે.
ચમારડીના રાજભા અને ગોહીલના જણાવ્યા અનુસાર નવનીર્મીત નુતન મંદિર ખાતે મુરલીધરજી મહારાજ ૧ માર્ચથી દર્શનીય રહેશે. ૨૬ ફેબ્રુ.થી ૨૬ ફેબ્રુ.ના ગધેધડના લાલબાપુ ગાયત્રીમંત્ર તેમજ નીમીત બની ૫૪ ગામડા ઓમાં ધુમાડા બંધ રખાવી સામુહીક મહાપ્રસાદ લેવડાવશે. સાથોસાથ જીવદયાજના અનેક કાર્યો થશે.
રાજભા બાપુ એ વધુમા જણાવ્યુ કે દરરોજ બપોરે ૩થી ૬ ધર્મસભા રાત્રે સુવીખ્યાત કલાકારોની સંતવાણી રાસગરબા તા.૨૭ ફેબ્રુ.ના સંતરામ મંદિર નડિયાદના મહંત રામદાસ મહારાજની પ્રેરણાથી ભક્તોને મહાપ્રસાદ સર્પણ કરાશે. શિક્ષણ સંસ્કાર શીબીર ભીના કાર્યક્રમોનો લાભ લેવા નીમંત્રણ કરાયેલ છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
