<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

જામનગર, રામેશ્વરનગર, વિનાયક પાણીના ટાંકા પાસે પ્રશાંત મેરેજ હોલ પાસેથી બોલેરો પીક-અપ કારમાં બનાવેલ ચોરખાનામાથી વિદેશી દારુની ૩૬ બોટલ રૂ.૪,૩૯,૬૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ

ફરારી બોલેરો પીક અપ કાર નં. જીજે-૧૦-ટીએક્સ-૮૯૬૭ નો ચાલક તથા તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી : આરોપીઓની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર તથા જામનગર પોલીસ વડા ડો. રવિમોહન સૈની નાઓએ કરેલ સુચના તથા માર્ગદર્શન મુજબ જામનગર શહેર નાયબ પોલીસ અધીક્ષક શ્રી જયવીરસિંહ ઝાલા સાહેબનાઓએ વધુમાં વધુ પ્રોહીના કેસો કરી પ્રોહી.ની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય

 

જે સુચના અન્વયે સીટી બી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી પી.પી.ઝા સાહેબનાઓએ કરેલ સુચના અન્વયે સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ સોઢા પો.કોન્સ જયદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. કલ્પેશભાઇ અઘારા નાઓને ચોકકસ સયુંક્ત બાતમી મળેલ કે રામેશ્વરનગર, વિનાયક પાણીના ટાંકા પાસે પ્રશાંત મેરેજ હોલ પાસે એક સફેદ કલરની બોલેરો પીક અપ કાર નં. જીજે-૧૦-ટીએક્ષ-૮૯૬૭ પડેલ છે જેમાં પાછળના ભાગે સામાન ભરવાની પ્લેટ નીચે એક ચોર ખાનુ બનાવેલ છે જે ચોરખાનામાં છુપાવીને ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમી આધારે સુંદર જગ્યાએ રેઈડ કરતા બીનવારસી હાલતમાં ઉપરોકત પીક અપ કાર મળી આવેલ જેની ઝડતી કરતા પીક અપ કારની પાછળ સામાન ભરવાની પ્લેટ નીચે એક ચોર ખાનુ મળી આવેલ જેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૬ તથા એક બોલેરો પીક-અપ કાર મળી કુલ કી.રૂ.૪,૩૯,૬૦૦/- નો મુદામાલ મળી આવેલ છે.

       ફરારી બોલેરો પીક અપ કાર નં. જીજે-૧૦-ટીએક્સ-૮૯૬૭ નો ચાલક તથા તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.કબ્જે કરેલ મુદામાલ ભારતીય બનાવટની વીદેશી દારૂની બોટલો નંગ ૩૬ તથા એક બોલેશે પીક અપ કાર મળી કુલ કિ.રૂ.૪,૩૬,૬૦૦/- આરોપી વિરુધ્ધ ધોરણસર થવા પો.કોન્સ જયદીપસિંહ જાડેજાએ ફરીયાદ આપી પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ પી.સોઢા એ કાર્યવાહી કરેલ છે.

     આ કામગીરી પોલીસ ઈન્સ. શ્રી પી.પી.ઝા સાહેબ તથા પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયા તથા એ.એસ.આઈ રાજેશભાઇ વેગડ તથા પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર, કીપાલસિંહ સોઢા તથા પો.કોન્સ કલ્પેશભાઈ અઘારા, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, સાજીદભાઈ બેલીમ તથા પ્રહલાદસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(3:58 PM IST)