<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ગોંડલના સંગીતકાર કૈયુમ અઝીઝનુ સંગીત તેમજ સાહિત્ય ક્ષેત્રે વિવિધ પુસ્તકો દ્વારા સેવા તથા યોગદાન બદલ સન્માન કરાયું

સાહિત્ય સંગોષ્ઠિ દ્વારા કૈયુમ અઝીઝજીના વિવિધ સંગીત ક્ષેત્રે નિ:સ્વાથૅ પ્રદાન બદલ પુષ્પહાર અને મોમેન્ટોથી સન્માનિત કરાયા

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ " ગોંડલના સંગીત કલાકારનુ સાહિત્ય સંગોષ્ઠિ દ્વારા સન્માન કરાયું હતું 
ગોંડલના સંગીતકાર કૈયુમ અઝીઝનુ સંગીત તેમજ સાહિત્ય ક્ષેત્રે વિવિધ પુસ્તકો દ્વારા તેમની સેવા તથા યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યુ. તેમાં કવિ તથા સાહિત્યકારશ્રી કિશોરસિંહ જાડેજા સાહેબ તથા ડો.લંગાલીયા સાહેબ, કવિશ્રી ગૌરાંગ ત્રિવેદી સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કૈયુમ અઝીઝજીના વિવિધ સંગીત ક્ષેત્રે નિ:સ્વાથૅ પ્રદાન બદલ પુષ્પહાર અને મોમેન્ટોથી તેમને પ્રોત્સાહિત કરેલ. હતા 

(9:46 PM IST)