તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Friday, 20th February 2026
લોધીકાના રાવકીમાં પાનની કેબીને ઉભેલા મુકેશને માથા પર, ગુપ્તભાગે છરી ઝીંકાઇ
તેના ફોનમાંથી કોઇએ નંબર ડાયલ કર્યો હોઇ કોનો નંબર છે તે જાણવા ફરી ડાયલ કરતાં છોકરીએ વાત કરીઃ પછી અજાણ્યા શખ્સે આવી હુમલો કર્યો

રાજકોટ તા.૨૦: લોધીકાના રાવકીમાં રહી કંપનીમાં કામ કરતા મુળ બિહારના યુવાન પર કંપની નજીક પાન-ફાકીની કેબીને ફાકી લેવા ઉભો હતો ત્યારે અજાણયા શખ્સે આવી છરીથી હુમલો કરી માથા, ગુપ્તભાગે ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. કોઇ છોકરી સાથે ફોનમાં વાત કરવા મામલે હુમલો થયો હતો.
જાણવા મળ્યા મુજબ રાવકમાં બરૂટી એન્ટરપ્રાઇઝ નામની કંપની પાસે રહેતો મુકેશ રામનાથ રાય (ઉ.વ.૧૯) નામનો બિહારનો યુવાન કંપની નજીક પાન ફાકીની કેબીને હતો ત્યારે અજાણ્યા શખ્સે આવી છરીના ઘા ઝીંકી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
મુકેશે જણાવ્યું હતું કે રૂમમાં મારો ફોન રેઢો હતો ત્યારે કોઇ રૂમ પાર્ટનરે એક નંબર પર મારા ફોનમાંથી વાત કરી લીધી હતી. બાદમાં હું પાનની કેબીને ફાકી ખાવા ગયો ત્યારે ફોન ચેક કરતો હોઇ મેં અજાણ્યો નંબર ડાયલ થયેલો જોતાં આ નંબર કોનો હશે? તે જાણવા ડાયલ કરતાં સામે એક છોકરીએ ફોન રિસીવ કર્યો હતો. એ પછી તેણે તું ક્યાં છો? એવુ પુછતાં મેં કંપની નજીક પાનની કેબીને હોવાનું કહ્યું હતું. આ પછી થોડી જ વારમાં અજાણ્યા શખ્સે આવી બોલાચાલી કરી છરીથી હુમલો કરી દીધો હતો. જે છોકરી સાથે વાત કરી હતી તેના આ સગા હોવાની શંકા જણાવાઇ છે. લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
