<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

જસદણના આંકડીયા ગામે કોમ્‍બીંગમાં ૧૭ ગુન્‍હેગારોના ઘરે છાપાઃ ૩૩ ગેરકાયદે વિજ જોડાણો કાપી નંખાયા

પીજીવીસીએલ સાથે સંયુકત ચેકીંગઃ ર૧ લાખના દંડની વસુલાત : ખેતીવાડીમાં ગેરકાયદે વિજ જોડાણમાં ઉપયોગમાં લેવાતો ૧૦ હજાર મીટર કેબલ વાયર જપ્‍તઃ ૭ વાહનો ડીટેઇન કરાયા

 

રાજકોટ તા. ર૦: જસદણના આંકડીયા ગામે રૂરલ પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુકત રીતે કોમ્‍બીંગ કરી ૧૭ ગુન્‍હેગારોના ઘરે છાપા માર્યા હતા અને ગેરકાયદે વિજ જોડાણો કાપી નંખાયા હતા તેમજ ખેતીવાડીમાં ગેરકાયદે વિજ જોડાણમાં ઉપયોગમાં લેવાતો ૧૦ હજાર મીટર કેબલ વાયર જપ્‍ત કરાયો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ મદદનિશ પોલીસ અધિક્ષક જસદણ વિભાગ ડો. નવીન ચક્રવર્તી, રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી., એસ.ઓ.જી., કયુઆર.ટી. તથા વિંછીયા, જસદણ, આટકોટ અને ભાડલા પોલીસ સ્‍ટેશનના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો તેમજ પી.જી.વી.સી.એલ.ની કુલ-૧૦ ટીમોને સાથે રાખી રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના આંકડીયા ગામ ખાતે કોમ્‍બીંગ કરી ૧૭ જેટલા ગુનેગાર ઇસમોના રહેણાંક મકાને છાપા મારી સર્ચ કરવામાં આવેલ જે કાર્યવાહી દરમ્‍યાન ગેરકાયદેસર જણાયેલ કુલ-૭ જેટલા વાહનો ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ પી.જી.વી.સી.એલ.ની ટીમો દ્વારા કુલ-૩૩ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો કાપી દુર કરવામાં આવેલ જે ગેર કાયદેસર વીજ જોડાણો સબંધે આશરે ર૧ લાખ જેટલો દંડ કરવામાં આવેલ છે તેમજ ગેર કાયદેસરના ખેતીવાડીના ઉપયોગમાં લેવામાં આવેલ થ્રી-ફેઇઝ વીજ જોડાણમાં રહેલ આશરે ૧૦ હજાર મીટર જેટલો કમેબલ વાયર જપ્‍ત કરવામાં આમવેલ છે.

આ કામગીરી કરનાર રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પો. ઇન્‍સ. વી. વી. ઓડેદરા પો. સબ. ઇન્‍સ. એચ. સી. ગોહિલ, એલ.સી.બી. શાખાનો સ્‍ટાફ રાજકોટ ગ્રામ્‍ય એસ.ઓ.જી. શાખાના પો. સબ ઇન્‍સ. જી. જે. ઝાલા તથા એસ.ઓ.જી. શાખાનો સ્‍ટાફ રાજકોટ ગ્રામ્‍ય કયુ.આર.ટી. ટીમના પો. સબ. ઇન્‍સ. એસ. વી. ચૌધરી તથા કયુ.આર.ટી. ટીમના માણસો, વિંછીયા પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. એ. સી. ડામોર તથા સ્‍ટાફ આટકોટ પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. આર. એસ. સાંકળીયા, પો. સબ ઇન્‍સ. એ. બી. કાકડીયા, એમ. બી. બારૈયા તથા આટકોટ પો. સ્‍ટ઼ે.ના સ્‍ટાફ ભાડલા પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. કે. વી. પરમાર તથા સ્‍ટાફ જસદણ પો.સ્‍ટે.ના મહિલા પો.સબ ઇન્‍સ. એન. પી. ગોહિલ તથા જસદણ પો. સ્‍ટે.ના સ્‍ટાફ અને પી.જી.વી.સી.એલ. કચેરીના અધિકારી તથા સ્‍ટાફ જોડાયો હતો.

(11:22 AM IST)