તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 20th February 2026
જોડીયા ના બાદનપર ગામે યોજાયેલા સમૂહ લગ્નમાં જઈ રહેલા બાઇક સવાર ભરવાડ યુવાનનું માર્ગમાં અકસ્માત નડતાં અપમૃત્યુ
ડાઈવર્જન કાઢેલું હોય, અને માટીના ઢગલા દેખાયા ના હોવાથી સ્લીપ થયું અને નીચે પટકાઈ પડતા પથ્થર સાથે માથું અથડાવાના કારણે હેમરેજ થયું હતું અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૦ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા એક ભરવાડ યુવાનને બાદનપુર ગામેં યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપવા જતી વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો, અને તેઓનું બાઈક ડાઈવર્જનના કાચા રસ્તે પટકાઈ પડતાં માથામાં હેમરેજ થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકા ના વાવડી ગામમાં રહેતા અરજણભાઈ પબાભાઈ ટોયટા જાતે ભરવાડ (૫૦) કે જેઓ ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને બાદનપર ગામમાં યોજાયેલા ભરવાડ સમાજના સમુહ લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.
જે દરમિયાન કુંનન્ડ ગામ પાસે
ડાઈવર્જન કાઢેલું હોય, અને માટીના ઢગલા દેખાયા ના હોવાથી સ્લીપ થયું હતું, અને નીચે પટકાઈ પડતા પથ્થર સાથે માથું અથડાવાના કારણે હેમરેજ થયું હતું અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કનુભાઈ ટોયટાએ પોલીસને જાણ કરતાં પોલિસ વિભાગ બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ નો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
