News of Friday, 20th February 2026
પાજોદ ગામ પાસે ત્રણ લાખનો દારૂ ઝડપાયો
ચણાની ગુણીની આડમાં મહારાષ્ટ્રથી મંગાવેલા સરાડીયા તરફથી આવતો હતો ટ્રકઃ માણાવદરનો ડ્રાઇવર ઝડપાઇ ગયોઃ ૧૩ લાખના ૪૯ર ચોખાના બાચકા પણ કબ્જેઃ ચકચાર

જુનાગઢ તા. ર૦ :.. ક્રાઇમ બ્રાન્ચના પો. સ. ઇ. પી. કે. ગઢવી તથા પો. કો. મયુરભાઇ કોડીયાતર, વિક્રમભાઇ પરમારને હકિકત મળેલ કે, ટ્રક રજી. નં. જી.જે.-૦૧-સીઝેડ-૦૦૯૯ માં ગે. કા. વિદેશી દારૂનો જથ્થો ભરી સરાડીયા ગામ તરફથી બાંટવાો તરફ આવે છે જે હકિકત અધારે પાજોદ ગામ ખાતે વોચમાં હતા. દરમ્યાન હકિકત વાળી ટ્રક આવતા રોકાવી ચેક કરતા ચણાના મોટા જથ્થાની આડમાં વિદેશી દારૂની પેટી સાથે ટ્રક ડ્રાઇવર મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી બાંટવા પો. સ્ટે. પ્રો. એકટ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીમાં (૧) અજીમ વલીમહમદ જોખીયા, (ઉ.૩ર), ધંધો ડ્રાઇવીંગ રહે. માણાવદર, લક્ષ્મીનગર સોસાયટી, હડમતાળી રોડ અને હાજર નહી મળી આવનાર આરોપી (ર) રમણીક ભરડા રહે. બાંટવા (૩) વિશાલ રહે. ધુલીયા ફરાર છે.
દારૂની કુલ બોટલ નંગ ૮૮પ કિ. રૂા. ર,૯૧,૧પ૦ ના કબ્જે કરેલ છે.
જયારે ચણાના બાચકા નંગ ૪૯ર કિ. રૂા. ૧૩,૮૧,૬૭૬, મો. ફોન ૧ કિ. રૂા. ૪,૦૦૦૦, રોકડ રૂા. ૭૬૦, અશોક લેલન ટ્રક નં. રજી. નં. જીજે-૦૧ સીઝેડ-૦૦૯૯ કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦ કુલ મુદામાલ કિ. રૂા. ર૭,૧૩,પ૮૬ નો કબ્જે કરેલ છે.
ક્રાઇમ બ્રાન્ચના પો. ઇ. કૃણાલ એમ. પટેલ તથા પો. સબ. ઇ. પી. કે. ગઢવી, એ. એસ. આઇ. સામતભાઇ બારીયા પો. હેઙ કો. પૃથ્વીરાજસિંહ વાળા, પો. કો. મયુરભાઇ કોડીયાતર, ભૂપતસિંહ સિસોદીયા, જેઠાભાઇ કોડીયાતર, વિક્રમભાઇ પરમાર, ડ્રા. પો. કો. અક્ષયભાઇ ડાંગર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. (પ-૧૭)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
