News of Friday, 20th February 2026
સીએમસી કેર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ત્રીજું સ્થાન મેળવી જામનગરનું ગૌરવ વધારતી ખ્યાતી જોષી
૨૪ દેશના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. પરતું ભારત વતી એક માત્ર યુવતીએ ભાગ લઈ જામનગરનું નામ રોશન કર્યું

જામનગર:જામનગરની યુવતીએ તાજેતરમાં સીએમસી કેર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ત્રીજું સ્થાન મેળવીને જામનગર નહી પણ ગુજરાતનું ગૌરવ વધારેલ છે. થોડા દિવસ પહેલા યોજાયેલ આ સ્પર્ધામાં જામનગરમાં સાત વર્ષથી બેલસ મેક ઓવર સ્ટુડિયો ચલાવતી ખ્યાતી વિજય જોષીએ ભારત તરફથી ભાગ લઇને સીએમસી કેર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારતની એક માત્ર મહિલા સ્પર્ધક તરીકે ગૌરવ વધારેલ હતું.
ઓનલાઈન યોજાયેલ આ સ્પર્ધામાં ૨૪ દેશના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધા ખુબજ મુશ્કેલ હોય છે. ૮૮ વર્ષથી આ સ્પર્ધા યોજાય રહી છે. ત્યારે ભારતે આ વખતે પ્રથમ વખત ખ્યાતીએ બ્રાઈડલ મેકઅપ કેટેગરીમાં ભાગ લઇને વિશ્વ ભરમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તેણીએ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
