News of Saturday, 21st February 2026
મોરબીમાં રવિવારે દશનામ ગોસ્વામી સમાજનો પંદરમો સમુહ લગ્નોત્સવ યોજાશે.
સમુહલગ્નમાં પ યુગલો લગ્નગ્રંથિમાં જોડાશે: કન્યાઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત ૮૯ ચીજવસ્તુઓ ભેટ અપાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી ટીમ દ્વારા મોરબી દશનામ ગોસ્વામી સમાજના પંદરમા સમુહ લગ્નોત્સવનું આયોજન તા.૨૨-૨-૨૬ રવિવારે સવારે ૯ વાગ્યે મોરબીના શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી -૨ ખાતે યોજાશે
આ સમુહલગ્નમાં પ યુગલો લગ્નગ્રંથિમાં જોડાશે સમુહલગ્નમાં કન્યાઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત ૮૯ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમુહ લગ્નમાં સંતો મહંતો સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમુહ લગનનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી છેલ્લા ૧૫ વર્ષથી સફળતા પુર્વક કરવામાં આવે છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
