<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

મહુવાના થોરાળા ગામે શુક્રવારે પ.પૂ. સંત શિરોમણી લાલબાપુની પાવન પધરામણી અને ધર્મસભાનું આયોજન

રાજકોટઃ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના થોરાળા ગામે આગામી તા. ૭ ના શુક્રવારના રોજ એક ભવ્‍ય ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ.પૂ. સંતશ્રી શામળાબાપાના આશીર્વાદથી અને ગઘેથડ શ્રી ગાયત્રી આશ્રમના ઉપાસક પ.પૂ. સંત શિરોમણી શ્રી લાલબાપુની પાવન પધરામણી થોરાળા ગામની પવિત્ર ધરા પર થશે.

કાર્યક્રમની રૂપરેખાઃ સામૈયા (ભવ્‍ય સ્‍વાગત) ધર્મસભા (આશીર્વચન) ભોજન પ્રસાદ સમયઃ સવારે ૯:૩૦ કલાકે, સમયઃ બપોરે ૧૧ કલાકે, સ્‍થળઃ સંતશ્રી શામળાબાપા આશ્રમ થોરાળા, તા. મહુવા, જી. ભાવનગર.

આ ધાર્મિક મહોત્‍સવમાં પૂ. શ્રી લાલબાપુની સાથે પૂ. શ્રી રાજુભગત તથા પૂ. શ્રી દોલુભગત પણ ઉપસ્‍થિત રહી ભકિતોને આશીર્વચન પાઠવશે, આ પ્રસંગે  રાજકોટ મહાનગરપાલિકાની સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ જુવાનસિંહ વાળા (મો.નં. ૯૮૯૮૦ ૩૬૪૦૦) તથા શ્રી ક્રિષ્‍નપાલસિંહ વાળા (મો.નં. ૯૮૯૮૪ ૪૫૪૯૭) દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને ઉપસ્‍થિત રેહવા અને પ્રસાદનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

થોરાળા ગામના વાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભાવનગર અને મહુવા પંથકના અનેક શ્રદ્ધાળુઓ આ દિવ્‍ય સત્‍સંગન લાભ લેશે.

(10:38 AM IST)