News of Saturday, 21st February 2026
જામનગરમાં જૂની અદાવતને ખાર રાખીને પાંચ હાટડી વિસ્તારમાં શખ્સ પર ઘાતક હુમલો
માથાકૂટ બાદ પરિસ્થિતિ કાબુમાં મેળવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર પાંચ હાટડી વિસ્તારમાં હોટલ-લારીઓ અને ચા-પાન ગલ્લા તમામને બંધ કરાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : જામનગર શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તારમાં ગત રાત્રે ઓસમાણ ખફી નામના વ્યક્તિ પર ૪ થી ૫ અજાણ્યા લોકો દ્વારા પાઇપ-ધોકા વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગસ્ત ઓસમાણભાઇ ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ થતા જ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વલન્સ ટીમ તાત્કાલિક પાંચ હાટડી વિસ્તારમાં પહોંચીને સમગ્ર વિસ્તારમાં હોટલ, ખાણી પીણી ની લારીઓ, ચા-પાન ના ગલ્લા સહિત તમામને બંધ કરાવીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
