તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 21st February 2026
ગોંડલના સડક પીપળીયા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં ૨૦ વર્ષના યુવાન ગોવિંદનું મોત
મુળ મધ્યપ્રદેશનો વતની મજૂરીએથી ઘરે આવતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૧: ગોંડલની ઉંબાળા ચોકડી પાસે રહેતાં યુવાનનું સડક પીપળીયાના પૂલ પાસે બાઇક સહિત ટ્રકની ઠોકરે ચડી જતાં મોત થયું છે. મજૂરી કામ કરી ઘરે જઇ રહેલા આ યુવાનના બાઇકને ટ્રકે ઉલાળી દેતાં ગંભીર ઇજા થતાં રાજકોટમાં સારવારમાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ઉંબાળા ચોકડી પાસે રહેતો ગોવિંદ કલુભાઇ શીંગાડ (ઉ.વ.૨૦) ગઇકાલે મજૂરી કામ કરવા ગયો હતો. ત્યાંથી બાઇક હંકારી પરત પોતાના ઘરે જવા રવાના થયો ત્યારે સડક પીપળીયાના પૂલ પાસે પહોંચતા ટ્રકે ઠોકરે ચડાવતાં બાઇક સહિત ફેંકાઇ ગયો હતો. ગંભીર ઇજાઓ સાથે ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મુળ મધ્યપ્રદેશનો વતની હતો. તે લોઠડા ગામે મજુરી કરવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે બનાવ બન્યો હતો. પીએસઆઇ આર. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
