News of Saturday, 21st February 2026
કીર્તિ પટેલ સામે વીડિયો વાયરલ કરનાર અબઝલે ત્રાસથી ફિનાઈલ પી લેતા સારવારમાં
મારી નાખવા ખોટા રેપ કેસમાં ફસાવી દેવા તેમજ રૂ. ૨૦ લાખની માંગણી કરનારા ૫ વિરુદ્ધ ગુન્હો નોંધાયોઃ સાધુ સંતો વિરુદ્ધ ખોટા વિડીયો વાયરલ કરી સનાતનધર્મને બદનામ કરતા હોય તેનો વિરોધ કરવા ગલીયાવડના યુટયુબરે વીડિયો વાયરલ કરતા કીર્તિ પટેલ સહિત પાંચ શખ્સો તેને ત્રાસ આપતા

જેતપુર તા.૨૧: યુ ટયુબમાં કીર્તિ પટેલે સાધુ સંતો વિરુદ્ધ ખોટા વિડીયો વાયરલ કરી સનાતનધર્મ ને બદનામ કરવા કરતા હોય તેનો વિરોધ કરવા ગલીયાવડ ના યુટયુબરે વીડિયો વાયરલ કરતા કીર્તિ પટેલ સહિત પાંચ શખ્સો તેને ત્રાસ આપતા હોય ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયો છે.
બનાવની વિગત એવી છે કે થોડા દિવસો પહેલા મહા શિવરાત્રીના પાવન દિવસે જૂનાગઢ ખાતે યોજાયેલ મીની કુંભમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડેલ જેમાં રાત્રે તમામ સાધુ સંતો મુર્ગી કુંડમાં સ્નાન કરે જેમાં કીર્તિ પટેલે પણ સાધુ વેશે ડૂબકી મારેલ જે અંગે વિવાદ થયેલ. કીર્તિ પટેલ સનાતન ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ધર્મ નું અપમાન કરેલ હોય જેથી gali ખાતે રહેતા યુવાન અબજલ કાળાભાઈ સીડા કે જે સનાતન ધર્મ માં માનતો હોય તેને કીર્તિ પટેલે મૂકેલ વિડીયો નો વિરોધ કરતા વીડિયો વાયરલ કરતા કીર્તિ પટેલ ના કહેવાથી તેના સાગરીતો દિવ્યા સાવલાણી ( સિંધી સોસાયટી જુનાગઢ) તેનો બોયફ્રેન્ડ જશપાલસિંહ, હનુ રાણાભાઇ ચાવડા, વિરમ ચોથાભાઈ મેવાડા એ અબજલને કીર્તિ પટેલ વિરુદ્ધ વાયરલ કરેલ વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવી લેવા ધમકી આપેલ તેમજ ખોટી રીતે રેપ કેસમાં સંડોવી દેવા અને મૂકેલ વિડીયો થી વ્યુઅર ઘટયા હોય રૂ. ૨૦ લાખ આપજે નહીંતર જેલમાં જવાની તૈયારી રાખજે તેવી ધમકીઓ આપતા તેના ડરથી પોતાના ઘેર ફિનાઈલ પી જઈ ઘેર થી નીકળી નીકળી ગયેલ જેતપુરના નવાગઢમાં ભાદરના પુલ પાસે આવી ફરી ફિનાઈલ પી લેતા કોઈ મહિલાએ એમ્બ્યુલન્સને જાણ કરતા શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ઉધોગનગર પોલીસે તે યુ ટયુબર અબજલની ફરિયાદ પરથી કીર્તિ પટેલ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી માટે જુનાગઢ તાલુકા પોલીસને કાગળો મોકલી આપેલ
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
