News of Saturday, 21st February 2026
ગોંડલના પ્રશિવ જોષીને ખેલમહાકુંભ સ્વિમીંગ સ્પર્ધામાં ત્રણ મેડલ એનાયત

રાજકોટ તા. ૨૧ : ગોંડલના સાહસિક યુવા તરવૈયા પ્રશિવ જોષીએ રાજય સરકાર આયોજીત ‘ખેલ મહાકુંભ ૩.૦'માં પોતાની પ્રતિભાના જોરે ૩ મેડલ હાંસલ કરી ગોંડલનું ગૌરવ વધારેલ છે. બરોડાના જાણીતા સ્વિમીંગ કોચ વિવેક સરના માર્ગદર્શન હેઠળ તેણે સ્વીમીંગની તાલીમ મેળવી હતી. ૮૦૦ મીટરમાં સિલ્વર, ૪૦૦ મીટરમાં બ્રોન્જ મેડલ, ૨૦૦ મીટરમાં બ્રોન્જ મેડલ મેળવ્યો હતો. તરવાની શરૂઆત તેણે પ વર્ષની વયે આશાપુરા ડેમથી કરી હતી. બાદમાં ગોંડલ નગરપાલિકાના સ્વિમીંગ પુલ પર પ્રેકટીશ કરી પોતાની ક્ષમતાને વિકસાવી હતી.
ઉલ્લેખનીય છે કે તેણે વીર સાવરકર ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા (ચોરવાડથી વેરાવળ)માં ૨૧ નોટીકલ માઇલનું અંતર બે વખત સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ કલબ યોજીત સમુદ્ર તરણ સ્પર્ધામાં ૧૫ કિ.મી. અને ૧૦ કિ.મી. ના પડકારો પણ પાર કરી બતાવ્યા હતા. આ સિધ્ધિ બદલ કોચ વિવેક સર અને સમજ્ર જોષી પરિવાર તેમજ ગોંડલવાસીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
