News of Sunday, 22nd February 2026
જામનગર જિલ્લાના સિક્કા ગામની નાઝ સિનેમા પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ.રૂ. આશરે ૨,૦૬,૯૦,૦૦૦/- ના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.જામનગર : જુઓ વિડિયો
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની આગેવાનીમાં પોલીસ દ્વારા કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાં દરીયાઈ વિસ્તાર આવેલ હોય.
દરીયાઈ વિસ્તારમાં કોઈ અસામાજીક પ્રવૃતિ ન થાય કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ અનુસુચીમાં સંરક્ષીત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી આરોપીઓ પકડી પાડી આવા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી.. ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા મયુરરાજસિંહ જાડેજા ને બાતમી મળેલ કે, અહીં સિક્કા ગામ, નાઝ સિનેમા પાછળ,ઇમામ ચોક પાસે રહેતા ઇમરાન દાઉદ ભાયા પોતાના રહેણાક મકાનના રસોડામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ)નો જથ્થો વેચાણ અર્થે લાવેલ છે અને હાલ આ જથ્થો તેના રહેણાક મકાનના રસોડામાં રાખેલ છે જેથી રેઈડ કરતા ત્યાથી ઈમરાન દાઉદભાઇ ભાયા-વાઘેર ઉ.વ-૩૭ધંધો મજુરી રહે.સિક્કા નાઝસિનેમા પાછળ ઇમમા ચોક તા.જી જામનગર વાળાના રહેણાંક મકાને થી હકિકત મુજબ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ) ના ટુકડાઓ ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ.રૂ. આશરે ૨,૦૬,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ, મજકુરના કબ્જામાંથી મળી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ના ટુકડાઓ કબ્જે કરી પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ખાતે મોકલવા તજવીજ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.વી.ખેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
