<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

કચ્છના મોગલધામ કબરાઉ ખાતે ઉચ્ચ અધિકારીઓનું આગમન : પૂ.બાપુ મોગલ કુળ ચારણ ઋષિ દ્વારા શ્રીમદ ભગવત ગીતા આપીને સન્માન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અંગરક્ષક (D.C.P. ) તથા કંડલા પોર્ટના કસ્ટમ કમિશનર મુકેશ સિંહ રાઠોડ ખાસ દર્શનાર્થે પધાર્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૨ : આજે કચ્છના પવિત્ર યાત્રાધામ મોગલધામ કબરાઉ મધ્યે દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અંગરક્ષક (D.C.P. ) તથા કંડલા પોર્ટના કસ્ટમ કમિશનર મુકેશ સિંહ રાઠોડ ખાસ દર્શનાર્થે પધાર્યા હતા.

   બંને મહાનુભાવોએ મણીધર વડવાળી માં મોગલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય બાપુ શ્રી (મોગલ કુળ ચારણ ઋષિ) દ્વારા બંને અધિકારીઓનું શાલ ઓઢાડી અને પવિત્ર શ્રીમદ ભગવત ગીતા અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં માં મોગલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે તેઓએ બાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

(4:51 PM IST)