<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ગોંડલમાં સવારે ઝાપટુઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપછાંવ : જુઓ વિડીયો

વાતાવરણમાં અચાનક પલ્‍ટોઃ સવારે અને રાત્રે ઠંડી ગાયબઃ ઉનાળા જેવુ હવામાન

રાજકોટ તા.૨૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્‍યો છે અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે.ગોંડલમાં વરસાદનું ઝાપટું સવારે પડી ગયું હતું

  ગોંડલ

ગોંડલ શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને વહેલી સવારે વરસાદનું ઝાપટું પડી ગયું હતું રસ્‍તાઓ ભીના થઈ ગયા હતા.

છેલ્‍લા થોડા દિવસોથી ઠંડીમાં રાહત છે. ત્‍યારે આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને સર્વત્ર ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલું છે.

આજે સવારે ઠંડીમાં રાહત છે. અને ઠંડક ગાયબ થઇ ગઇ હોય તેવુ જોવા મળી રહ્યું છે.જયારે સવારથી હુંફાળુ વાતાવરણ  છવાયેલુ છે અને બપોરના સમયે ઉનાળા જેવુ હવામાન અનુભવાય રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦, મહત્તમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ પ૯ ટકા, પવનની ગતિ કિ. મી. રહી છે.

(11:34 AM IST)