<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

પોરબંદરમાં કરોડોના વિદેશી સિગારેટના જથ્‍થા અંગે ૪ ઇરાનીઓની પુછપરછ

દ્વારકાના દરીયામાં બોટમાં એક લાખ વિદેશી સિગારેટના પેકેટો લઇ જતા ઝડપાઇ ગયેલ ઇરાની ખલાસીઓને સુરક્ષા એજન્‍સી દ્વારા પોરબંદર લાવવામાં આવ્‍યા : પોરબંદર અરબી સમુદ્રોમાં પાંચેક દિવસ પહેલા કરોડોનું ડ્રગ્‍સ ઝડપાયા બાદ સુરક્ષા એજન્‍સીઓએ બોટમાં લઇ જવાતી કરોડોની વિદેશી સીગારેટના જથ્‍થા સાથે ૪ ઇરાનીને પકડી લીધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩ : દ્વારકાના દરીયામાં બોટમાં પાંચ કરોડની વિદેશી સિગારેટના જથ્‍થો લઇ જતા ઝડપાયેલા ૪ ઇરાની ખલાસીઓને સુરક્ષા એજન્‍સીને પકડીને પોરબંદર લાવીને  ચારેય ઇરાની ખલાસીઓની પુછપરછ શરૂ કરી છે.

પોરબંદરથી ૧૪૦ નોટીકલ માઇલ દુર દરીયામાં કેમીકલવાળુ ડ્રગ્‍સ મળ્‍યાના અઠવાડીયાની અંદર જ હવે દ્વારકાના દરીયામાં ૧૧પ નોટીકલ માઇલ દુર ઇરાનની બોટમાંથી એક લાખ પેકેટ વિદેશી સિગરેટ મળી આવી છે. જેની અંદાજીત કિંમત ર.પ કરોડથી પ કરોડ રૂપીયા છે. આ સાથે સુરક્ષા એજન્‍સીઓ દ્વારા જહાજમાં રહેલા ઇરાન દેશના ચાર ઇસમોને પકડીને પોરબંદર લાવવામાં આવ્‍યા છે.

ભારતીય દરીયાઇ સુરક્ષા એજન્‍સીઓએ દેવભુમી દ્વારકાથી આશરે ૧૧પ નોટીકલ માઇલ દુર પヘમિ દિશામાં ભારતીય જળસીમાની અંદર એક શંકાસ્‍પદ  વિદેશી બોટને આંતરીને કરોડો રૂપીયાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા એજન્‍સીઓને એક અજાણી બોટની શંકાસ્‍પદ હિલચાલ જણાઇ હતી. ટેકનીકલ સર્વેલન્‍સ અને ગુપ્તચર બાતમીના આધારે આ બોટને અટકાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. સમુદ્રમાં પીછો કર્યા બાદ સુરક્ષા દળોએ બોટને ઘેરી લીધી હતી અને તેની તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન ખુલ્‍યુ કે આ વિદેશી જહાજનું નામ ‘અલ મુખ્‍તાર' છે. આ બોટમાં કુલ ચાર ઇરાની નાગરીકો સવાર હતા. ભારતીય જળસીમામાં કોઇ પણ અધિકૃત પરવાનગી વગર પ્રવેશવા બદલ અને શંકાસ્‍પદ ગતિવિધિ બદલ ચારેય ક્રુ મેમ્‍બરોની અટકાયત કરી તેમને પોરબંદર લાવવામાં આવ્‍યા છે. તેમની પાસેથી બોટના દસ્‍તાવેજો અને હેતુ સહિત જુદી જુદી સુરક્ષા એજન્‍સીઓ દ્વારા જોઇન્‍ટ ઇન્‍ટરોગેશન હાથ ધરાયું છે. જહાજનું ફોરેન્‍સીક પરીક્ષણ પણ કરવામાં આવી તેવી સંભાવના છે.

(10:49 AM IST)